મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધોરાજી-ઉપલેટાની જવાબદારી માકડિયાને સોંપી
તાજેતરમાં ગુજરાત સરકારે જળ સંચય યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના તમામ તળાવોમાં પાણીની સંગ્રહ શકિત વધારવા માટે વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી જે તળાવ ઉંડા ઉતારવાની કામગીરી વિવિધ આગેવાનોને સોંપવામાં આવી છે. તેમાં ધોરાજી, ઉપલેટા વિસ્તારની જવાબદારી પૂર્વે ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયાને સોંપવામાં આવી છે.
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં સિંચાઈ માટ તળાવવામાં પાણીના સંગ્રહ શકિત વધે અને કામગીરી યુદ્ધના ધોરણે થાય તે માટે ધોરાજી-ઉપલેટાની જવાબદારી પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડિયાને સોંપવામાં આવતા આજે સવારે તાલુકાના કોલકી ગામથી ગામના તળાવને ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ પ્રવિણભાઈ માકડિયાના હસ્તે કરવામાં આવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com