ર૪મીએ ચૈત્રી સુદ-૭ સાતમ ભવ્ય હોમાદિક ક્રિયા ઉજવાશે: હોમાદિક ક્રિયા રાત્રિના ૯.૦૦ કલાકે પ્રારંભ, બીંડુ હોમવાનો સમય રાત્રે ૧.૧૫ કલાકે રાજાબાવાશ્રી હવનમાં બીડુ હોમશે
ભુજથી ૧૦૦ કી.મી. અંતરે આવેલ ૧૯મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢમાં આશાપુરા માતાજીનુ ભવ્ય મંદીર આવેલછે.માતાના મઢમાં આશાપુરાનું ભવ્ય મંદીર છે. ત્યાં ચૈત્રી નવરાત્રી તા. ૧૮/૩/૨૦૧૮ રવિવાર ના રોજ ભવ્ય પ્રારંભ થશે. તા. ૧૭/૩/૨૦૧૮ શનિવાર રાત્રે ૯.૦૦ કલાકે ઘટ સ્થાપના થશે. તા. ૨૪/૩/૨૦૧૮ શનિવાર ચૈત્રી સુદ-૭ ભવ્ય હોમાદિક ક્રિયા રાત્રે ૯.૦૦ કલાકે શરુ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અઘ્યક્ષ સ્થાને રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે. ગોરમહારાજ શ્રીદેવ પ્રસાદ મૂળશંકર જોષી સમગ્ર હવનની વિધિ કરાવશે. આ સમયે રાજવી પરિવાર, માઇભકતો, આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉ૫સ્થિત રહી હવનમાં આહુતિ આપશે.
રાત્રીના ૧.૧૫ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી હવનમાં બીુ હોમશે. માં આશાપુરાના જયઘોષ સાથે માં આશાપુરાની જય બોલો બે માવડી મઢવાળી ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જાય છે. ચૈત્રી નવરાત્રી સમયે સમગ્ર કચ્છમાં કચ્છી માડુ કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ્ર-કચ્છના માઇભકતો માં આશાપુરાના દર્શન કરવા જાય છે. કચ્છ ધણીયાળી માં આશાપુરા ઉપર અપાર શ્રઘ્ધા અને વિશ્ર્વાસની સેવા ચાકરી કરતા કચ્છી માડુ પદયાત્રીઓને વિના મૂલ્યે વિના સંકોચ ભોજન, ચા, દુધ, દવા વગેરે જરુરી ચીજવસ્તુઓની સેવા આપે છે. સેવા એજ ધર્મના ઉદેશને ઘ્યાને લઇ પદયાત્રી જાણે માં આશાપુરા જાગતી દેવી સ્વરુપે સાથે છે. તેવો અહેસાસ અનુભવે છે. ચૈત્રી નવરાત્રીમાં નવદુર્ગા દેવીઓની પૂજા નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી પુજા, બીજા દિવસે બ્રહ્મ ચારિણી પુજા, ત્રીજાદિવસે ચંદ્ર ઘંટા પુજા,
ચોથા દિવસે કુષ્માંડા પુજા, પાંચમાં દિવસે સ્કંદમાતા પુજા, છઠ્ઠા દિવસે ક્ધયાયની પુજા, સાતમા દિવસે કાલરાત્રી પુજા, આઠમા દિવસે મહાગૌરી પૂજા, નવમા દિવસે સિઘ્ધીદાત્રી પૂજા, આમ ચૈત્રી નવરાત્રીના નવ નોરતમાં માતાજીની આરાધના તેમજ અનુષ્ઠાન કરવાથી ઉતર ફળ પ્રાપ્ત થાય છે. માતાના મઢ ખાતે ભવ્ય હિંગળાજ માતાજીનું મંદીર તેમજ નિજ મંદીરમાં હનુમાનજી, ગણેશજી, શિવજી તેમજ ક્ષેત્રપાળ દાદાના મંદીરો છે. માતાના મઢ મંદીરમાં શ્રીફળ વધેરવાની મનાઇ છે. માતાના મઢ જતા તમામ પદયાત્રીઓને રાહત કેમ્પોમાં વિના મૂલ્યે જમવાનું, રહેવાનું મેડીકલ સારવા નાતજાતના ભેદભાવ વગર પુરી પાડવામાં આવે છે.
માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા આવતા ભાવિકોને દિવસ રાત જમવા, રહેવા, ચા વગેરે સવલત નવરાત્રી દરમ્યાન વિના મુલ્યે પુરી પાડવામાં આવે છે. માતાના મઢના ટ્રસ્ટીઓ દિવસ રાત નિ:સ્વાર્થ ભાવેસેવા આપે છે. માં આશાપુરાના દર્શન કરવાથી સર્વ દુ:ખોનો નાશ થાય છે. લાખો શ્રઘ્ધાળુઓની આશાઓ પરિપૂણર્ર્ થાય છે. ભકતો માં આશાપુરાના વંદના કરી વિદાય લે છે ફરી આવે માં ના નોરતાની રાહ જોવે છે.