૧૬મીએ હોમાદિક ક્રિયા પ્રારંભ થશે: અઘ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેશ્ર્વસિંહજી રાત્રીના ૧૨.૩૫ કલાકે હવનમાં બિડુ હોમાશે.

કચ્છની ધન્ય ધરા માતાના મઢ બિરાજતા દેશદેવીમાં આશાપુરાનું ભવ્ય મંદિર છે. જયા આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. આસો નવરાત્રી તા. ૧૭-૯ બુધવાર ભાદર વદ અમાસે રા્રત્રે ૮.૩૦ કલાકે ઘટસ્થાપન થશે. આસો સુદ-૧ તા ૧૦-૧૦-૧૮ બુધવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા. ૧૬-૧૦-૧૮ આસો સુદ-૭ મંગળવારે રાત્રે ૮.૩૦ કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે જેના અઘ્યક્ષસ્થાને રાજાબાવાશ્રી યોગેશ્ર્વરસિંહજીના હસ્તે પૂજા વિધિ શરુ થશે. હવન વિધિ ગોર મહારાજશ્રી મુળશંકર જોષી સમગ્ર પુજા વિધિ, શ્ર્લોક શ્રુતિ પાઠ દ્વારા થશે.

રાજવી પરીવારના સભ્યો માઇ ભકતો આમંત્રિત મહેમાનો હાજર રહેશે. હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે. હવનમાં બીડું હોમવાનો સમય રાત્રીના ૧૨.૩૫ કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી બીડું હોમશે. આસો સુદ આઠમ તા. ૧૭-૧૦-૧૮ બુધવાર કચ્છ રાજ પરિવાર તથા ભાયાતો આમંત્રિત મહેમાનોની ઉ૫સ્થિતિમાં વિધિ વિધાન રાજપરિવાર દ્વારા રાજવી કચ્છ મહારાવશ્રી પ્રાગમલજી (ત્રીજા) માં આશાપુરા માતાજીને જાતક (પત્રી) સવારે ૮ કલાકે ચડાવશે. સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે.

માં આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરશો. કચ્છ ભૂમિ મહિમાવંતી છે માં આશાપુરાના ભુવા બાધુભા રામસંગજી ચૌહાણ સેવા આપે છે. માં આશાપુરાના દર્શન કરવા નવલા નોતરામાં હૈયામાં હામ અને હોઠે છે માં આશાપુરાનું નામ અવિરત જપતા રાસ ગરબાની રમઝટ માઇ ભકતો બોલાવશે  માં આશાપુરાના નામ જપ્તા અપાર શ્રઘ્ધા અને વિશ્ર્વાસના સ્નેહ સાથે પગપાળા જે હાથ લાગ્યુ તે વાહન લઇ માં આશાપુરાના દર્શન કરવા સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્રમાંથી વિશાળ સંખ્યામાં ભાવિકો  ઉમટી પડે છે. ભાવિકોમાં આશાપુરાના દિદાર કરવા ભીતરમાં ભીનાશ ભરી લાગણીના લીંબાશ ભરી મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠે છે માં આશાપુરાનું નામ લેતા ઉર્મિન ઉછાળે માં આશાપુરાના દર્શન

કરવા નવરાત્રી દરમ્યાન લાખો ભાવિકો માં.

આશાપુરા ધામ કચ્છ ખાતે આવે છે. સમગ્ર કચ્છમાં આશાપુરાના નાદથી ગંજી ઉઠે છે કચ્છ ભૂમિ મહિમાંવંતી છે. અહી જગડુશાની દાતારી, ભિથા કકલની રાજભકિત, શ્યામકૃષ્ણ વર્માની દેશદાઝ લાખો ફુલાણીની વિરતા, સંત મેકરણદાદાની માનવતા: જેસલની ભકિત, તોરલ ની શકિત આત્મસમપર્ણ આ ધરાને અજવાળી છે. કચ્છ માડુ રણને ઝરણ બનાવે રજને રજત કચ્છનું ઝમીર ખુમારવંતી પ્રજામાં આશાપુરાના દર્શન કરવા પગપાળા આવતા ભાવિકોની વિના મૂલ્યે વિના સંકોચે સેવા એ જ ધર્મના ઉદેશની નાના મોટા કેમ્પો, સેવા કેન્દ્રો, નાતજાતના ભેદભાવ વગર ર૪ કલાક નિસ્વાર્થ સેવા કચ્છી માડુ આપે છે. નવરાત્રી સમય દરમ્યાન શ્રીફળ વધેરવાની મનાઇ છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે રમેવા, જમવાની વિના મૂલ્યે સગવડ પુરી પાડવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.