ભગવાન મહાવીર સ્વામીના અહિંસાનો સંદેશ લઈને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો ગુરૃવારથી આરંભ થયો. પર્યુષણ પર્વે જૈન સમાજ દ્વારા અઠ્ઠાઈ તપ, નવાઈ તપ, માસક્ષમણ સહિતની ઉપાસના કરવામાં આવશે. દેરોસરોમાં સાધુ-સાધ્વીજી ભગવંતનો પ્રવચનો, ઘોડીયા પારણાં, શ્રીફળ પધરામણી સહિતના પ્રસંગો ભાવભેર ઉજવવામાં આવશે.
6 સપ્ટેમ્બરથી તપ-જપ અને ક્ષમા-યાચનાના અવરસ પર્વાધિરાજ પર્યુષણનો આરંભ થયો છે. એક અઠવાડિયા સુધી ચાલનારા પર્યુષણ પર્વ દરમિયાન જિનાલયોમાં ભગવાન મહાવીર સ્વામીજીની આંગી રચના, સાધુ-સાધ્વીજી ભગવંતોના પ્રવચનો, જન્મ કલ્યાણક વાંચન, તપસ્વીઓના સામુહિક પારણાં, શ્રીફળ પધરામણી, 14 સ્વપ્ન, તપસ્વીઓનો વરઘોડો સહિતના પ્રસંગોની ભક્તિભાવભેર ઉજવણી કરવામાં આવશેય
સોમવારે મહાવીર સ્વામી જન્મકલ્યાણ વાંચન થશે. પર્યુષણ પર્વના અંતિમ દિવસે બારસા સૂત્ર વાંચન, પ્રતિક્રમણ-ક્ષમાપના સાથે સંવત્સરીની ઉજવણી કરવામાં આવશે. પર્વાધિરાજ પર્યુષણ પર્વને લઈ જૈન સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પાંચ કર્તવ્યોમાં સાધર્મિક ભક્તિ પરસ્પર ક્ષમાપના અઠ્ઠતપ ચૈત્ય પરિપાટી છે. આ પાંચેય થાય ત્યારે પર્વાધિરાજની આરાધના સફળ ગણાય છે. પરંતુ પરસ્પર ક્ષમાપના એ હાર્દ છે. જ્યારે આત્મામાં મૈત્રીભાવ પ્રગટે છે ત્યારે સર્વ જીવો પ્રતિ પ્રેમ પ્રગટે છે.