સદગુરુ સમર્પણ અવસર: ગુરૂભક્તિનો અદ્ભૂત માહોલ રચાશે
જીવનની કટોકટીની ક્ષણોમાં આત્માના ઊંડાણમાંથી સ્વયં સ્ફુરિત એલાં મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રને જીવનનો શ્વાસમંત્ર બનાવીને સિદ્ધહસ્ત કરી લેનારા રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના બહ્મનાદે ચાલી રહેલી ૨૧ દિવસીય સંકલ્પ સિદ્ધિ સાધનાના આઠમા તબક્કાનું આયોજન આવતીકાલે ૨૯.૦૭.૨૦૧૮, રવિવારે સવારે ૦૮.૪૫ કલાકે ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, ૧૫૦ રિંગ રોડ, ઝેડ બ્લૂની સામે, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે.
આવતીકાલે સદગુરુ સમર્પણ અવસરે હિતેનભાઈ મહેતાના નિવાસસન, સૌરભ, ૧/સી, સૂર્યોદય સોસાયટી, સેંટ મેરીસ સ્કૂલ, કાલાવડ રોડ ખાતે ગુરુ ભક્તો દ્વારા સદગુરુ ચરણે ભાવભીની ભક્તિ અર્પણ બાદ ૮:૦૦ કલાકે શોભાયાત્રાનો ભક્તિભાવથી, અહોભાવી પ્રારંભ થશે. જે૮:૩૦ કલાકે ડુંગર દરબાર વિરામ પામશે જ્યાં હજારો ભક્તોના હૃદયમાં ઉછળતી શ્રદ્ધા ભાવની ઉર્મીઓ સાથે ભક્તિના માહોલ સાથે અન્યથી અનન્ય ભાવ આધારિત ગુરુભક્તો પોતાના ભાવો રજૂ કરશે.
સાથે સાથે ઉવસગ્ગહર સ્તોત્રના જપ સાધના રાષ્ટ્રસંત પૂજ્યના મુખેથી કરાવવામાં આવશે. સિદ્ધ પુરુષના મુખેથી પ્રગટતાં મંત્રોચ્ચાર સાથે જ્યારે આ પ્રભાવક જપ સાધનાને શ્રદ્ધા-ભક્તિપૂર્વક ઝીલવામાં આવે છે ત્યારે તેમાંથી ઉદ્દભવતાં પોઝીટીવ તરંગો ભાવિકોના તન, મન અને જીવનની સમગ્ર નેગેટીવીટીને દૂર કરીને સર્વ પ્રકારે માંગલ્યનું સર્જન કરી દેતાં હોય છે. ૩૦ જુલાઈ ૨૦૧૮, સોમવારી સવારે ૦૭.૦૦ થી ૦૮.૧૫ પ્રવચનમાળા તથા ૧૦.૧૫ થી ૧૧.૧૫ કલાકે આચારાંગ સૂત્ર તથા ઉપાસકદશાંગ સૂત્રની વાંચણીનો લાભ લેવા શ્રી સંઘ તરફથી સહુને ભાવભર્યું આમંત્રણ છે.