વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ નિષ્ણાંત ફેકલ્ટી દ્વારા મળે તે હેતુથી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કોર્ષનો વિધિવત પ્રારંભ કરાયો
રાજકોટમાં મોરબી રોડ પર ગવરીદડ પાસે આવેલ મારવાડી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ નિષ્ણાંત ફેકલ્ટી અને અત્યાધુનિક માળખાગત સુવિધાઓ માટે પ્રખ્યાત છે. આજરોજ ફેકલ્ટી ઓફ લિબરલ સ્ટડીઝ અંતર્ગત સ્નાતક કક્ષાનો નવો અભ્યાસક્રમ બી.બી.એ.-ફાયનાન્સીઅલ માર્કેટનો મારવાડી યુનિ.ના રજીસ્ટ્રાર નરેશ જાડેજા, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન ડો.સુનીલકુમાર જાખોડીયા, પ્રોફે. ડો.સુનીત સકસેના, પ્રોફે. ડો.શ્રીનિવાસ રાવ, એન.એસ.ઈ એકેડમી અમદાવાદના ચીફ મેનેજર ભાવિકા વાન્છુ, આઈ આઈ સી પૃડેન્સીઅલ મ્યુચ્યુઅલ ફંડના કલસ્ટર હેડ રવિ કાછેલા, જાણીતા ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અલી અસગર ભારમલ, બી.બી.એ. (ફાયનાન્સીયલ માર્કેટ) અભ્યાસક્રમના પ્રોગ્રામ કો ઓર્ડીનેટર, શિક્ષણ જગતના દિગ્ગજોની ઉપસ્થિતમાં વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદના અને ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હ્સતે દીપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફેકલ્ટી મેનેજમેન્ટ સ્ટડીઝના ડીન ડો.સુનીલકુમાર જાખોડીયાએ મહેમાનોનું સ્વાગત અને પ્રાસંગીક ઉદબોધન કર્યું હતું. ડો.જાખોડીયાએ આ પ્રસંગે કરેલા પ્રાસંગિક ઉદબોધનમાં મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી સંસ્થા વિષે પરિચય આપ્યો હતો નવા અભ્યાસક્રમોની જ‚રીયાત પર ભાર મૂકી અને સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત આ પ્રકારનો કાર્યક્રમ શ‚ કરવા માટે મારવાડી યુનિ.ના મેનેજમેન્ટનો આભાર માન્યો હતો. મારવાડી યુનિ.ના રજીસ્ટ્રાર નરેશ જાડેજાએ આ પ્રસંગે કરેલા પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે મારવાડી યુનિ. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે મારવાડી યુનિ. પ્રતિબદ્ધ છે અને રહેશે.
નેશનલ સ્ટોક એકસચેન્જ એકેડેમીના અમદાવાદના ચીફ મેનેજર ભાવિકા વાંછુએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારતે જેવી રીતે દરેક ક્ષેત્રમાં પ્રગતિની હરણફાળ ભરી છે. તેવીજ પ્રગતિ ફાયનાન્સના ક્ષેત્રમાં કરી છે અને તેના કારણે ફાયનાન્સના ક્ષેત્રમાં નવા અભ્યાસક્રમોની અને તેની સ્કીલ ધરાવતા લોકોની જ‚રીયાત અર્થતંત્રમાં હોઈ આ પ્રકારનો કોર્સ શ‚ કરી વિદ્યાર્થીઓને નવી તકો પૂરી પાડવા માટે મારવાડી યુનિ.ને અભિનંદન આપ્યા હતા.
કાર્યક્રમના અંતે ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટના સિરાજ બલોચે આભાર દર્શન કર્યું હતું. આ કાર્યક્રમને શ‚ કરવા માટે મારવાડી ફાઉન્ડેશનના મારવાડી યુનિ.ના કો ફાઉન્ડર અને વાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણાએ ફેકલ્ટી ઓફ લિબરલ સ્ટડીઝના ડીન અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ અભ્યાસક્રમમાં પ્રવેશ કે વધુ માહિતી મેળવવા ડો.કપિલ શ્રીમાલનો ૯૯૭૮૯ ૩૮૧૮૨ પર સંપર્ક કરવા મારવાડી યુનિ.ની અખબારી યાદીમાં વધુમાં જણાવ્યું છે.