આંતર યુનિવસીટીના વાર્ષિક રમતોત્સવ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવસીટીના સંલગ્ન વિવિધ કોલેજોના ૨૦૦ થી વધુ ભાઇઓ તથા બહેનો માટેની ૩૩ જેટલી વિવિધ રમત ગમતની સિલેકશન માટેની રમતો રમાડવાનો પ્રારંભ થઇ ચૂકયો છે. જેમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર, ૧૫૦૦ મીટર, ૫૦૦૦ મીટર અને ૧૦૦૦૦ મીટર દોડ, વિવિધ હર્ડલ રેસ, બચ્છી ફેંક, ભાલા ફેંક, ઉંચીકુદ, વાંસકુદ, ચક્રફેક જેવી ૩૩ ઇવેન્ટોનો સમવિશ કરવામાં આવ્યો છે.

આ પ્રસંગે કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ સતત મોનીટરીંગ, માર્ગદર્શન આપી વિઘાર્થીનીઓને જરાપણ અન્યાય ન થાય તેની તકેદારી રાખી સીલેકશન રાઉન્ડ રમાડી રહ્યા છે. આ સમગ્ર ઇવેન્ટ માટે કુલપતિના માર્ગદર્શન અને શારીરીક શિક્ષણ નિયામક દિપક રાવલ ધિરેનભાઇ પંડયા, ડો. મગન ગાડા, ડો. અર્જુન, જીવણભાઇ બારડ, ડો. મોહનસિંહ જાડેજા વગેરના માર્ગદર્શન હેઠળ શારિરીક શિક્ષણ ભવન સ્ટાફ વિઘાર્થીઓ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.