બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી આવી રહી છે ત્યારે આજથી ગાંધી જયંતી સુધી સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ કેમ્પેઈનને `સ્વચ્છતા જ સેવા’ તેવું નામ આપ્યું છે. પ્રધાનમંત્રી મોદીનું મિશન આ કેમ્પેઈનમાં લોકોને જોડીને તેને જન આંદોલન બનાવવાનું છે.જેમાં લોકોને સફાઈ અને શૌચાલયના નિર્માણ માટે શ્રમદાન આપવા માટે જોડવામાં આવશે. જેથી કરીને ગરીબો સુધી સ્વચ્છ ભારત મિશન પહોંચી શકે. આ કેમ્પેઈનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદથી લઈને કેદ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ સહીતના નેતાઓ ભાગ લેશે.કાનપુરના ઈશ્વરીજંગ ગામમાં રાષ્ટ્રપતિ આ અભિયાનમાં ભાગ લેશે, યૂપીના સીએમ યોદી આદિત્યનાથ અને ઉમા ભારતી પણ આ અભિયાનમાં જોડાશે. આ સાથે જ દેશભરમાંથી પસંદ કરાયેલા 15 જેટલા પ્રવાસન સ્થળો પર પણ વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. મહત્વનું છે કે, બીજી ઓક્ટોબરના ગીંધી જયંતીના અવસર પર સ્વચ્છ ભારત દિવસ મનાવવામાં આવશે.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને માનસિક વ્યગ્રતા જણાય, પ્રિયપાત્રથી મુલાકાત થાય, સાંજ ખુશનુમા વીતે.
- અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના આરોપીના તાર સુરતમાં પણ જોડાયેલા હોવાનું આવ્યું સામે
- રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કરાઈ ખાતેથી કે.યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને કર્યું સંબોધન
- તમને પણ વારંવાર આંગળીઓના ટચાકિયા ફોડવાની ટેવ છો તો ચેતી જજો…!
- ભારતના આદિજાતિ સમુદાયોની પ્રથમ વખતની અનેક બાબતો
- Jamnagar : ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરુણા જનક કિસ્સો
- આ ઝાડના ફળ જ નહીં, પાંદડા પણ સ્કીન અને વાળ માટે અકસીર
- ખ્યાતિ હોસ્પિટલના ડો.સંજય પટોડીયાની રાજકોટમાં હોસ્પિટલ: ઓપરેશન-ઓપીડી રદ કરાયા