ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી અને નૃત્ય કલા એજયુ. ટ્રસ્ટનું સંયુકત
આયોજન: ગુજરાતભરના ખ્યાતનામ નૃત્યકારો પાથરશે કલાના કામણ
ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા નૃત્યકલા એજયુકેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે આજથી બે દિવસીય કલ કે કલાકાર શાસ્ત્રીય નૃત્ય મહોત્સવનું રાત્રે ૮:૩૦ થી ૧૧:૦૦ સુધી હેમુગઢવી નાટયગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની વિગતો આપવા આજરોજ આયોજકો અને કલાકારો અબતકની શુભેચ્છા મુલાકાતે આવી પહોંચ્યા હતા.
કાર્યક્રમ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીનાં અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા નૃત્યકલા એજયુકેશન ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે રાજકોટના આંગણે યોજાશે. જેનું સમગ્ર સંચાલન કલાગુરૂ શીતલબેન બારોટ દ્વારા કરવામાં આવેલ છે. કાર્યક્રમમાં શાસ્ત્રીય નૃત્ય શૈલીમાંની પાંચ નૃત્ય શૈલી મોહિની અટ્ટમ, ભરતનાટયમ, ઓડીસી, કુચીપુડી અને કથકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં નવોદિત કલ કે કલાકારનું બિરુદ મેળવેલ કલાકારો સાથે ગુજરાતના ખ્યાતનામ કલાગુરુઓ જેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવેલ છે. તેમજ ગુજરાત ગૌરવ પુરસ્કૃત છે. તેઓ બંનેના સમન્વયથી આ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ દિપી ઉઠશે. સમગ્ર કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અંજલિબેન રૂપાણી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સંગીત મહાવિદ્યાલયના પીયુબેન સરખેલ, ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઈ ભટ્ટ, તેમજ આસી.ડિરેકટર કૃપાબેન રાવલની ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમમાં અમદાવાદના કલાગુરૂ ભરતભાઈ બારીયા, અક્ષયભાઈ પટેલ, સુપવા મિશ્રા, દેવાંશી મહેતા, અનંત મેનન, અર્પણા મેનન, મેઘાબેન ઠાકર, વનિતાબેન નાગરાજન, ગાંધીનગરનાં પ્રાંચી સાલ્વી, જામનગરના કલાગુરૂ સ્વાતીબેન મહેતા, વડોદરાના ધર્મેશ ગાંગાણી, હર્ષદા ચૌહાણ, સુરતના શિવાની પટેલ, કલોલના પલક જૈન, રાજકોટના કલાગુરૂ પૂર્વીબેન શેઠ, જીજ્ઞેશભાઈ સુરાણી તેમજ અશ્ર્વિની નાગરહલ્લી, હેમાન્દ્રી ઉપાધ્યાય, ક્રિષ્ના સુરાણી, નીધી દવે, જૈનાલી જસાણી અને જન્મા વસાવડા કલાના કામણ પાથરશે.