રાજકીય આભાર પ્રસ્તાવ: ૫૦૦થી વધુ આગેવાનોની ઉપસ્થિતિ નવા પ્રભારી આવતીકાલથી કમાન સંભાળશે: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે વિસ્તૃત ચર્ચાઓ

ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીનો સોમના ખાતે આજે પ્રારંભ થયો છે. બે દિવસની કારોબારીમાં પ્રમ વખત રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્તિ રહીને કાર્યકરોને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૫૦ પ્લસ બેઠકો પર વિજય માટેનો ચૂંટણી મંત્ર આપશે. આ ઉપરાંત શનિવારે રાષ્ટ્રીય અધ્યક્ષની ઉપસ્િિતમાં નવા પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પોતાની જવાબદારી સંભાળશે અને પૂર્વ પ્રભારી ડો.દિનેશ શર્માનું વિદાય સન્માન પણ કરાશે.

પ્રદેશ કારોબારીના એજન્ડા વગેરે કાર્યક્રમો તૈયાર કરવા માટે ગુરુવારે સોમના ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ બેઠક મળી હતી. કારોબારીમાં પસાર કરવામાં આવનાર રાજકીય પ્રસ્તાવ તા આભાર પ્રસ્તાવને આ બેઠકમાં આખરી ઓપ અપાયો હતો. કારોબારી બેઠકમાં પ્રમુખ વાઘાણી ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ, સંગઠન સહ મહામંત્રી વી.સતિષ ઉપરાંત પાંચસો જેટલા રાજ્યભરના આગેવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

પાંચ રાજ્યોના પરિણામોમાં ભાજપને ચાર રાજ્યોમાં સત્તા મળ્યા પછી એવી ગણતરી મુકાતી હતી કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યમાં મળેલા ઐતિહાસિક વિજયી દેશભરમાં ફરી વળેલા ઉત્સાહના મોજા પર તરી જવા માટે ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજવાની તજવીજ હા ધરી શકે છે. પરંતુ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ વ્યૂહાત્મક રીતે ગુજરાતની ચૂંટણીને ૧૫૦ પ્લસ બેઠકના ટાર્ગેટી વિજયી વાના ઇરાદે તૈયારીઓ હા ધરી છે એટલે વહેલી ચૂંટણીની શક્યતા હાલના તબક્કે જણાતી ની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરતના રોડ શોને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ તા બીજા દિવસે પાટીદાર સમાજના જ બે ખાનગી કાર્યક્રમો તા સુમુલ ડેરીના વ્યારાના કાર્યક્રમી ભાજપને સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં સ્િિત સુધારવામાં સફળતા મળી છે. આ જ રીતે વડાપ્રધાને ઓગસ્ટમાં સૌની યોજનાના પ્રમ ચરણનું લોકાર્પણ કર્યા પછી બોટાદમાં બીજા ચરણના પ્રોજેક્ટને ખુલ્લો મુક્યો હતો. આી તેમની આ બે મુલાકાતી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓને તેમણે આવરી લીધા છે. આમ, ભાજપ માટે પાટીદાર સમાજના આંદોલન પછી સૌી મુશ્કેલ જણાતા પ્રાંતમાં વડાપ્રધાનની મુલાકાતની હકાત્મક અસરો પેદા ઇ છે તેને હવે ચૂંટણી સુધીમાં અન્ય કાર્યક્રમો કી જન જન સુધી પહોંચાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.