કડકડતી ઠંડી વચ્ચે સાહેલાણીઓના ધામા, ઘાટીઓમાં બરફની ચાદરો છવાઈ

શ્રીનગર અને જમ્મુ જિલ્લામાં ગત શનિવારની રાત સિઝનની સૌથી ઠંડી રાત હતી.  જમ્મુમાં લઘુત્તમ તાપમાન 4.1 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 4.1 ડિગ્રી ઓછું હતું અને શ્રીનગરમાં માઈનસ 5.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 3.8 ડિગ્રી ઓછું હતું. છેલ્લા બે દિવસથી લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો થવાને કારણે 31 ડિસેમ્બર સુધી તાપમાનનો પારો વધુ નીચે આવી શકે છે.

કાશ્મીરમાં ચિલ્લી કલાન વચ્ચે કડકડતી ઠંડી પડી રહી છે.  લેહ અને કારગીલમાં પણ ઘણી જગ્યાએ તાપમાનનો પારો નીચે જવાને કારણે નળમાં પાણી જામી રહ્યું છે. હવામાન કેન્દ્ર શ્રીનગરના જણાવ્યા અનુસાર  રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે.  29 ડિસેમ્બરે પણ હવામાનની અસર રહેશે.

જમ્મુમાં રવિવારની શરૂઆત ગાઢ ધુમ્મસ સાથે થઈ હતી.  સવારે 11 વાગ્યા સુધી શહેર અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હતું.  ગઈકાલે રાતનું લઘુત્તમ તાપમાન બનિહાલમાં માઈનસ 0.3, બટોટેમાં 0.6, કટરામાં 5.8, ભદરવાહમાં માઈનસ 1.0 ડિગ્રી સેલ્સિયસ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.