તળાવમાં આ ઐતિહાસિક હોપપુલ ઉપરના પથ ઉપરથી ચાલીને પસાર થઈ શકાય છે
શહેરમાં તાપી નદી ઉપરનો ઐતિહાસિક હોપપુલ હવે નથી રહ્યો. જોકે, હજુ તેની નાનકડી સ્મૃતિ શહેરના નવા વિકસાવાયેલા પાલમાં સચવાયેલી છે. સુરત પાલિકા દ્વારા પાંચ વર્ષ પહેલાં પાલતળાવ વિકસાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માટે પાલિકાએ બે ફેઝમાં ૩.૫૨ કરોડનો ખર્ચ કરીને આ પાલ તળાવ નવેસરથી તૈયાર કર્યુ છે. તેમાં ઐતિહાસિક હોપપુલનો એક પથ તેની યાદગીરી તરીકે સ્થાપિત કરાયો છે.
હમણાં ચોમાસાને લીધે તળાવમાં પાણી ભરાવા માંડ્યુ છે. તળાવમાં આ ઐતિહાસિક હોપપુલ ઉપરના પથ ઉપરથી ચાલીને પસાર થઈ શકાય છે. આ પુલના અવશેષ ઉપરથી પસાર થતાં તેની પશ્ચાતભૂમાં આધુનિક સુરતને જોઈ શકાતુ હોવાથી જાણે ઇતિહાસની ગેલેરીમાંથી ૨૧મી સદીનું અત્યાધુનિક સુરત શહેર દેખાય રહ્યું હોય તેવું અનુભવ કરાવતો હતો. જાણે ઇતિહાસ અને વર્તમાનનો અદ્દભૂત સમન્વય નહીં થયો હોય!