અમરેલીના વતની અને ઓગષ્ટ મહીનામાં મેડીટેશન માટે પુના ઓશો આશ્રમ ખાતે ગયેલા સરજુભાઇ કાંતિભાઇ ભડકોલીયાના લગ્ન મુળ ઓસ્ટ્રેલીયાની વતની અને છેલ્લા નવ વર્ષથી લંડનમાં શિક્ષિકાની ફરજ બજાવતા ક્રિશ્ચિન એલીઝાબેથ ડોવકીન્સ જોડે લગ્ન થયા હતા. અમરેલીના વતની સરજુભાઇ કાંતિભાઇ ભડકોલીયા ઓશોના ફોલોઅર્સ હોય તેઓ ઓગષ્ટ – 2017માં પુનામાં આવેલા ઓશોના આશ્રમ ખાતે મેડીટેશન માટે ગયા હતા.
ત્યાં અંદાજે 5000 થી 6000 ફોલોઅર્સ રહે છે. અહીં દેશ વિદેશથી ઓશોના ફોલોઅર્સ મેડીટેશન માટે આવે છે. ત્યાં મુળ ઓસ્ટ્રેલીયાના વતની અને છેલ્લાં 9 વર્ષથી લંડનમાં રહી શિક્ષિકાની નોકરી કરતા ક્રિશ્ચિન એલીઝાબેથ ડોવકીન્સ પણ મેડીટેશન માટે આવ્યા હતા.આ પ્રેમી યુગલે અમરેલીમાં આવેલા ગાયત્રી મંદિરમાં હિંદુ ધર્મના રિતી રિવાજો મુજબ લગ્ન ગ્રંથીથી જોડાયા હતા.સરજુભાઇ કાંતિભાઇ ભડકોલીયા હાલ સીંગતેલનો બીઝનેશ કરે છે. અને આગામી દિવસોમાં આ યુગલ કોઇ એક જગ્યાએ સ્થિત ન રહી અલગ અલગ આશ્રમ જઇ મેડીટેશન કરશે તેવું સરજુભાઇ ભડકોલીયાએ જણાવ્યું હતુ.