અમદાવાદની ક્ધઝયુમર કોર્ટનો ચુકાદો
હવે ઈન્સ્યોરન્સ કંપનીના બ્રેસ્ટ સર્જરી બાબતના વિવાદનો અંત આવ્યો છે. મહિલાઓના આકારમાં ઘટાડો કરવાની પ્રક્રિયા બાબતે કોર્ટે સાફ સાફ કહી દીધું છે કે બ્રેસ્ટની સાઈઝ ઘટાડવાની પ્રક્રિયા કોસ્મેટીક ન ગણાય. આ સમગ્ર પ્રકરણ પ્રકાશમાં ત્યારે આવ્યું જયારે ૫૫ વર્ષની એક મહિલાએ મામોપ્લાસ્ટીની સર્જરી કરાવી હતી જેનો તમામ ખર્ચ માટે વિમા કંપનીમાં કલેમ કર્યો હતો. પરંતુ વિમા કંપનીએ બ્રેસ્ટના આકારમાં ઘટાડો કરવાની પ્રક્રિયાને કોસ્મેટીક ગણાવી એક પણ ‚પીયો ચુકવવાની મનાઈ કરી હતી. અમદાવાદની વાસણામાં રહેતી ૫૫ વર્ષની મહિલા વિમા કંપનીના આ જવાબથી કંટાળી ક્ધઝયુમર કોર્ટમાં કેસ કર્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા બ્રેસ્ટના આકાર બદલવા કરાતી સર્જરી કોસ્મેટીક ન ગણાય તેમ કહી તમામ ખર્ચ ચુકવવા ઉપરાંત મહિલાને માનસીક ત્રાસ આપવા બદલ ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સને ૫૦૦૦નો દંડ ફટકાર્યો છે.