ધ્રોલમાં ઐતિહાસિક ભુચર મોરી સમરાંગણની ભૂમિ પર શૌર્ય કથા સપ્તાહ
દેશના એકમાત્ર રાજા જામસતાજીનો ભવ્ય ગૌરવવંતો વિજયનો ઈતિહાસ પાઠય પુસ્તકો દ્વારા બાળકોને ભણાવવો જરૂરી
અબતક,સંજય ડાંગર, ધ્રોલ
જામનગર જિલ્લાના ધ્રોલના ભુચર મોરી યુદ્ધ ભૂમિ ખાતે સૌર્ય કથા ના પાંચમા દિવસે જામ સતાજીના ઇતિહાસનું રસપાન કરવામાં આવ્યું હતું.. અને જામ સતાજીના લશ્કરે એકલા હાથે જુનાગઢ ની લડાઈમાં તેમને જામનગર ના તમાચણ ખાતે અકબર બાદશાહના સેનાપતિ સાથેના યુદ્ધમાં કારમી હાર આપવા છતાં દિલ્હીના બાદશાહ અકબરને હરાવનાર ભારતના એકમાત્ર રાજા જામ સતાજી પાઠ્યપુસ્તકો દ્વારા ભવ્ય ગૌરવશીલ વિજય નો ઇતિહાસ શા માટે યાદ કરતો નથી તે વાત ઉપર ભાર મુકવામાં આવ્યો હતો શા માટે આ ભૂમિના બાળકોને ભવ્ય ઇતિહાસ નથી ભણાવતો ? ભારતમાં શોર્યની અજો મિશાલ જૂનાગઢનું ઐતિહાસિક યુદ્ધ કરી શકાય તેનું પઠન ડોક્ટર જયેન્દ્રસિંહ જાડેજા તેમજ ચારણી ભાષામાં હરેશદાન સુરુ ગઢવી અને સાથી કલાકારો એ રજૂ કર્યું હતું…
શૌર્ય કથામાં પાંચમા દિવસે ગુજરાતના રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કથામાં વ્યક્તિએ જણાવ્યું હતું કે શૌર્ય એટલે પરમાર્થ માટે પુરૂષાર્થ કરીને લડવું તેને સૂર્ય કહેવાય અને નબળા પર અત્યાચાર થતો હોય તેને રક્ષણ કરવાનો ધર્મ એટલે સૌર્ય ની વ્યાખ્યામાં આવે છે તેમજ ગુજરાતના કુરુક્ષેત્રનું યુદ્ધ એટલે કે ધ્રોલ નું ભુચર મોરીનું આ મહાન યુદ્ધ માત્ર અને માત્ર આશરા ધર્મ માટે લવાયેલો હોય જેમાં જામરાવલ જીની આશરે આવેલા રક્ષણ કરવું ક્ષત્રિય નો ધર્મ માનીને પોતાનું સ્વચ્છતા ઉપર દાવ પર લગાવીને યુદ્ધ કર્યું તેવા શહીદ વીરોને નમન કર્યું હતું
દરમિયાન ધ્રોળના ભૂચરમોરી મેદાન ખાતે ભારે લોકપ્રિય એવી અશ્વદોડ સ્પર્ધા નું ધારાસભ્ય હકુભાજાડેજા એ લીલીઝંડી આપી અશ્વદોડ શરુ કરવામા આવી હતી.. ક્ધવીનર તરીકે સહદેવસિંહ જાડેજા અર્જુન સિંહ જાડેજા અને જજ તરીકે બળદેવસિંહ સરવૈયા અજીતસિંહ ગોહિલ કિશોરસિંહ જાડેજા રહ્યા હતા અને મોટી સંખ્યામાં આસોદર ની ઉપસ્થિતિ આગેવાનોમાં ઉમટી પડેલ લોકોએ નિહાળી હતી…
અખિલ ગુજરાત રાજપુત યુવા સંધ આયોજિત ભૂચર મોરીની પવિત્ર ભૂમિ માં યોજાયેલ “શૌર્ય કથા સપ્તાહ” ના પાંચમાં દિવસ ની કથા માં રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના નેતા શક્તિસિંહ ગોહિલ તથા ગોહિલવાડ રાજપુત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ સહિતના અનેકવિધ આગેવાનો ઉપસ્થિત રહેલા. જેને જામનગર (ઉત્તર) વિધાનસભાના ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), ડો. જયેન્દ્રસિંહ જાડેજા, પી.ટી. જાડેજા, દિપકસિંહ ઝાલા, રાજભા જાડેજા, પ્રવીણસિંહ જાડેજા, ગોડલ ના ધારાસભ્ય પુત્ર જયોતીરાજસિંહ જાડેજા (ગણેશભાઈ) સહિતના મહાનુભાવોએ આવકારી સન્માનિત કર્યા હતા. આજના આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.