ભૂખ્યાને રોટલો અને નિરાધારને ઓટલો સતાધારથી કોઈ નિરાશ પરત ફર્યું નથી
જીવરાજ બાપુએ સતાધારની પવિત્ર જગ્યામાં ભજન, ગૌ સેવા જેવા સેવા કાર્યોમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું
સત્તાધારના આપાગીગા આશ્રમના મહંત જીવરાજબાપુ અનંતની યાત્રાએ પ્રયાણ કરતા સમસ્ત સેવકગણમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. જીવરાજબાપુએ આપાગીગાના મહિમાને વિશ્વમાં ગુંજતો કર્યો છે. જૂનાગઢ શહેર નજીક ગીરના પ્રખ્યાત વન તરફ જતા સત્તાધાર શહેરની મુલાકાત લેવી ખૂબજ રોમાંચક હોય છે. બધા મુલાકાતીઓ સંત આપાગીગાની પવિત્ર સમાધીમાં પ્રાર્થના કરવા માટે તેમજ થોડોડો વિશ્રામ કરવા માટે સત્તાધાર ખાતે અટકે છે. સત્તાધારની મુલાકાતે આવેલા તમામ મુલાકાતીઓ આશ્રમ સંચાલન દ્વારા નિ:શુલ્ક ભોજન આપવામાં આવે છે. આ પ્રથા છેલ્લા ઘણા વર્ષોથી એક પણ દિવસના વિરામ વગર અવિરત ચાલુ છે. જ્યાં વર્ષોથી કશું ખુટતુ નથી, સતત અપરંપાર છે, સત્સંગ અમાપ છે, અન્નનો કુબેર ભંડાર છે, દાન અનરાધાર છે, મહિમા અપાર છે એ સંતોની સિદ્ધ ભૂમિ સતાધાર સંત જીવરાજબાપુના મહાપ્રયાણી હિબકે ચઢયું છે.
સત્તાધાર જગ્યાના વર્તમાન મહંત વિજયબાપુ અને રાજકોટ અમદાવાદ હાઈવે ઉપરના આપાગીગાનો ઓટલો ચોટીલાના નરેન્દ્ર બાપુના ગુરૂ જીવરાજબાપુ છેલ્લા થોડોડા સમયી બિમાર હતા અને સત્તાધાર ખાતે જ હતા. આપાગીગાની મનુષ્યને મદદ કરવા અને ગાય પ્રત્યેના તેના પ્રેમ માટે અહીં આવ્યા હતા. તેમણે હંમેશા મદદ કરી હતી અને હજુ પણ તેનો આત્મા વિશ્વભરના લાખો ભક્તોને મદદ કરી રહ્યો છે. આ સંસની સપના લગભગ ર૦૦ વર્ષ પહેલા મહાન સંત આપાગીગા દ્વારા કરવામાં આવી હતી. લોકવાયકા પ્રમાણે લગભગ ૩ વર્ષ સુધી સતત વરસાદ ન હોવાને કારણે જ્યારે આ વિસ્તારમાં રહેતા લોકો માટે કોઈ ખોરાક ઉપલબ્ધ ન હતો ત્યારે સંત આપાગીગાએ સત્તાધારની મુલાકાત લેતા તમામ લોકોને મફત ખોરાક પૂરો પાડયો હતો. લગભગ ર૦૦ વર્ષ પછી પણ બધા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ભોજન પીરસવાનો આ પવિત્ર કાર્ય આજે પણ અવિરત ચાલુ છે.
૧૯મી સદીમાં આ સ્થળે જમીનની અંદર સમાધી લેનાર સંત આપાગીગાની પવિત્ર સમાધીમાં પ્રાર્થના કરવા માટે લોકો સત્તાધારના આ પવિત્ર સ્થળની મુલાકાત લે છે. આજે સત્તાધાર એનજીઓ વિકસાવી રહી છે જે હિન્દુ સંસ્કૃતિના મુળ સ્વરૂપને મદદ, સંરક્ષણ અને વિકાસ માટે કામ કરે છે. તેનું લક્ષ્ય મોટાપાયે સમાજ માટે કાર્ય કરવાનું છે.
સત્તાધાર એ એક પ્રથાચીન ઈતિહાસ સાથેની એક આધ્યાત્મિક અને સામાજીક સંસ હિન્દુ ધર્મના ભાગરૂપે એનજીઓ માને છે કે, સામાજીક જીવન અને સત્યની શક્તિ બન્ને તેના હેતુપૂર્ણ સ્વરૂપને વિકસીત કરવી જોઈએ. સંતનો અંગત સામાન પણ આશ્રમમાં સચવાય છે અને તે બધા મુલાકાતીઓને જોવા માટે ઉપલબ્ધ છે. સંતો આપાગીગાના અનુગામી રહી ચૂકેલા સંતોએ સમાજની ખુશીઓ માટે ઘણી પહેલ કરી છે અને મોટાભાગના સરળ રીતભાત પણ જીવતા હતા. સત્તાધાર તેના શાંત વાતાવરણ માટે પણ જાણીતુ છે. અહીં કોઈને અશાંતિ અનુભવાતી નથી.
જીવરાજ બાપુ સત્તાધારના અલખના ઓટલાના સાતમા મહંત તરીકે બિરાજમાન હતા. સૌપ્રથમ રર૫ વર્ષ પહેલા આપાગીગાએ સત્તાધાર ધામની સપના કરી હતી. જીવરાજ બાપુ ૩૫ વર્ષી સત્તાધારની જગ્યાના મહંત રહી ભક્તિભાવમાં લીન રહી અવિરત સેવા પણ કરતા હતા. જીવરાજબાપુ સૌને ભોળાભાવે આશિર્વાદ આપતા હતા. ‘મારો ઠાકર કરે તે સારૂ’ સવાર, બપોર, સાંજ સંતોને દાન આપી તેમની જાતને ધન્યતા અનુભવતા હતા. રાત-દિવસ અન્ન ક્ષેત્ર હરીના ઓટલે ચાલુ રાખવામાં આવ્યું છે. પરંપરાગત અન્નક્ષેત્ર અવિરતપણે આજે પણ ચાલુ છે.
આ અંગે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે અત્યંત દુ:ખ વ્યકત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રે એક પવિત્ર અને ગુણવાન સંત ગુમાવ્યા છે. જીવરાજબાપુ ૯૩ વર્ષની જૈફ ઉમરમાં કયારેય પણ કોઈ સાથે ક્રોધ કર્યો ન હતો. સત્તાધારના મહંત પદે દિન દુખીયાને આશરો આપી રોજ હજ્જારો આગનતુકોની આંતરડી ઠારી, નાત-જાત-જ્ઞાતિ-જાતિના ભેવભાવ વગર નાનામાં નાના માણસ સો એક સંતને શોભે તેવો વાતચીત કરતા હતા.
જીવરાજબાપુ બાલ્યાવસી જ સત્તાધારમાં હતા. ગુરૂ શામજીબાપુએ તેમની તિલક વિધિ કરાવેલી અને આગળ જતા તેમને શામજીબાપુએ તેમને બિરાજમાન કર્યા હતા.
કાઠિયાવાડનું આતિથ્ય અને દિલની અમીરતા સર્વત્ર સુવિખ્યાત છે. સૌરાષ્ટ્રના ગામડે-ગામડે અને ટીંબે ટીંબે હરી અને હર તા હરીહરની ઝાંખી કરાવતા દેવ મંદિરો અને ગૃહ મંદિરો છે. જ્યાં આપાગીગાી માંડીને યુવા સંત જગદીશબાપુના સતના અંશોથી કણ-કણ દૈદીપ્યમાન છે એવી સત્તાધારની ભૂમિ જાણે કે, સંત, સંત સેવા અને સુશ્રુશાના સુરોથી માધુર્યયુકત બની છે. સત્તાધારની ગાદી સંભાળવી એ તો ખૂબજ અઘરુ કાર્ય છે. આ સાથે જ ગાદી સંભાળ્યા બાદ તેની પવિત્રતા, ગરીમા અને સદાવ્રત જાળવી રાખવા તેનાી પણ મુશ્કેલ છે. આવી સતની ગાદીને શોભાવતા હાલના સંત અને ભક્ત જીવરાજબાપુ સત્તાધારની ગાદી પરંપરાના એક વિશિષ્ટ અને વિરલ મહંત છે. અત્યંત નિષ્પાપ પવિત્ર ભક્તિવત્સલ અને નિર્મળ હૈયાના ધારક તેમજ ગહન ભક્તિ સાગરમાં તરબોળ ગુરૂ પરંપરાને ઉજાગર કરનાર ઓલીયા તા બાળ સહજ પ્રસન્ન મુખ મુદ્રાવાળા જીવરાજબાપુએ ર૬-૬-૧૯૭૯ના રોજ સંપૂર્ણ વિધિ વિધાન સાથે ગાદી સંભાળી અને પોતાના ગુરૂ શામજીબાપુનો ભાર ખુબજ હળવો કરી દીધો. ગુરૂની નાદુરસ્ત તબીયતના કારણે કોચવાતા અને પૂ.જીવરાજબાપુને નાછુટકે આ નિર્ણય કરવો પડયો હતો. શિવરાજબાપુએ સત્તાધારની ગાદી નહીં પરંતુ શામજીબાપુની ગોદ (પ્રેમ) સંભાળી હતી. પણ ગુરૂ આજ્ઞા તાં આ મહંત પદ સંભાળી તેમણે ગુરૂ પરંપરાને કાયમ રાખી.
શામજીબાપુની લોક લાગણીને લીધે સત્તાધાર મીની કુંભ મેળા સમાન વાતાવરણ સર્જાયું. માનવ મેદની એકત્રીત થઈ આશરે ૮ થી ૧૦ લાખ ભાવીકોએ આ ભક્તિ સાગરમાં સ્નાન કરી ભોજન, ભજન અને ભક્તિનો મહાપ્રસાદ લઈને પ્રસન્નતા તા ધન્યતા અનુભવી. આ મહાપર્વની તૈયારીમાં જીવરાજબાપુ, જલાલાના ગાદીપતિ, વલકુબાપુ, ભીમભાઈ ગીડા વગેરેએ અનેક નામી અનામી ભક્તો, સેવકોએ દિન રાત તનતોડ પરિશ્રમ કરી લાઈટ, પાણી, ભોજન, આવાસ અને ઉતારા વ્યવસનું સુંદરઆયોજન કરેલું. આ સંપ્રદાયની પરંપરાના વલકુબાપુ, અમરાબાપુ, લાલબાપુ વગેરે સંતોએ આવો સારો ભંડારો કરવા બદલ જીવરાજબાપુનું સન્માન કરી સુંદર સન્માનપત્ર અર્પણ કરેલું.
જીવરાજબાપુએ પોતાના ગુરૂ શામજીબાપુની હયાતીમાં તેમના માર્ગદર્શન અને દોરવણી હેઠળ ઝડપી વિકાસ કર્યો. તેમની ગુરૂ ઈચ્છા મુજબ આંબાજર નદી પર ગુરૂની સ્મૃતિરૂપ શ્યામ ઘાટ બનાવ્યો, નવી ગૌશાળા, આવાસોમાં સુધારા વધારા અને નવા-નવા આયોજનો કરી ગુરૂજીની કલ્પના સાકાર કરવા લાગ્યા. તીર્થયાત્રોમાં જઈ પોતાના ગુરૂજી પાછળ શ્રાધકર્મો પણ સંપન્ન કર્યા. જીવરાજબાપુનું જીવન કોરી કિતાબ સમાન છે. ખુબજ સરળ, નિખાલસ, નિષકપટ, દર્શનીય, ભાવપૂર્ણ, ભક્તિમય, સાધુ-સંતો સાથે સુમેળ યુક્ત આમ જનોના આંતરનાદ સાંભળી તેના દુ:ખ મટાડવા આપાગીગાને પ્રાર્થના કરતુ જીવરાજબાપુનું જીવન પારસમણી સમાન છે.
સાદગી અને ભકિતનો સમન્વય
સત્તાધાર આપા ગીગાની જગ્યાના સંત જીવરાજબાપુ એટલે સાદગીભર્યા અને ભકિતમય જીવનનો સમન્વય સમાન યાત્રિકો માટે તમામ સુવિધાઓ પુરી પાડવામાં અને તમામ વ્યવસ્થા આપવામાં આવતી પરંતુ પોતે તેમના રૂમમાં પંખો પણ કરતા નહી રોજ સવારે ૪ કલાકે ઉઠી જતા જીવરાજબાપુ દ્વારા કુંભ મેળામાં તમામ અખાડાઓ અને લોકોને રસોઈ આપી હતી જયારે તે પરંપરા પણ બાપુ નિભાવતા સતાધાર આપાગીગા જગ્યામાં વર્ષોથી સંતો માટે મહાશિવરાત્રી અને નવા વર્ષમાં સંતો માટે ભંડારાનું પણ આયોજન કરે છે.
સતાધારના મહંત જીવરાજબાપુના નિધનથી સૌરાષ્ટ્રની ભુમિએ સંત ગુમાવ્યા છે: મિરાણી
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સતાધારના મહંત જીવરાજબાપુ દેવલોક પામ્યા છે ત્યારે તેમને ભાવભીની શ્રધ્ધાજંલી પાઠવતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ની ધરતી સંત અને સૂરાઓની ધરતી તરીકે ઓળખાય છે ત્યારે સૌરાષ્ટ્ર એક તીર્થધામોનું સ્થાન પામ્યુ છે ત્યારે અંબાજળ નદીના કાઠે વસેલુ સતાધાર ધામ યાત્રાળુઓ માટે આસ્થાનુ કેન્દ્રં બન્યુ છે ત્યારે દરરોજ હરીહરની હાકલ અને મોટી સંખ્યામાં સાધુ-સંતોના દર્શનનો લહાવો મળે છે તેવા સતાધાર ધામના મહંત એવા જીવરાજબાપુ એ સતાધારની ગાદી પર રહી હંમેશા દર્શનાર્થીઓનું ભલુ થાય અને ભુખ્યાને ભોજન મળે તેવું કાર્ય કરી અનેક મનુષ્યોને અન્નદાનની પ્રેરણા આપી છે ત્યારે આવા સંતના પવિત્ર શ્રાવણ માસ ના સોમવારે જીવનનું શિવ તરફ પ્રયાણ થયુ છે જીવરાજબાપુના દેવલોકગમનથી સૌરાષ્ટ્રની ભુમિ એ સંત ગુમાવ્યા છે એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે ભાવભીની શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું.
સતાધારના સંત પૂ.જીવરાજ બાપુને શ્રધ્ધાંજલી અર્પતા મહાપાલિકાના પદાધિકારી
સત્તાધારના સંત પૂ.જીવરાજ બાપુના દુ:ખદ અવસાન બદલ શ્રધ્ધાંજલી પાઠવતા મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, તા દંડક અજયભાઈ પરમાર જણાવે છે કે, સત્તાધારના પાવન ર્તીધામ આપાગીગાની દિવ્ય જગ્યાના સંત જીવરાજ બાપુના દેહવિલયી ઊંડા દુ:ખની લાગણી અનુભવે છે. પૂ.જીવરાજ બાપુ બાલ્યાવસી જ સત્તાધારમાં હતા. ૩૫ વર્ષી સત્તાધારની જગ્યામાં ભક્તિભાવમાં લીન રહી સદાય સેવારત રહ્યા હતા. તેઓ ૯૦ વર્ષની ઉંમરે પણ સતત કાર્યરત હતા. સત્તાધારની જગ્યામાં શ્યામઘાટ, જીવરાજ ભુવન, જગદીશ ભુવન જેવા પ્રકલ્પોને આકાર આપ્યો હતો. તેમજ ચોવીસ કલાક સાધુ સંતો અને ભક્તો માટે અવરિત અન્નક્ષેત્ર કરેલ. તેઓના દુ:ખદ અવસાની એક દિવ્ય સંતની ખોટ સદા ગુજરાત અને સૌરાષ્ટ્રની ધરતીને રહેશે.