દિવાળી પહેલા સરકારે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો
દિવાળીનો ત્યોહાર નજીક આવતા કેન્દ્ર સરકારે કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળી પૂર્વની ભેટ આપી છે જેમાં સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કર્યો છે . કેન્દ્રીય મંત્રીમંડળના આ નિર્ણયથી કેન્દ્ર સરકારના ૪૭.૧૪ લાખ કર્મચારીઓ અને ૬૮.૮૨ લાખ પેન્શનરોને લાભ થશે. આ માહિતી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ સિંહ ઠાકુરે આપી હતી. સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક રૂ. ૯૪૮૮ કરોડ રૂપિયાનો બોજ પડશે.
સરકારે ડીએ ૨૮ ટકાથી વધારી ૩૧ ટકા કરવામાં આવ્યો છે. જુલાઇ, ૨૦૨૧થી ૩૧ ટકા ડીએ ચૂકવવામાં આવશે.ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારીઓના ડીએમાં વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઇમાં વધારો કરવામાં આવે છે.
આ અગાઉ જુલાઇ મહિનામાં કેન્દ્ર સરકારે ડીએના ત્રણ પેન્ડિંગ વધારા જાહેર કર્યા હતાં અને જાહેરાત કરી હતી કે એક જુલાઇ, ૨૦૨૧થી ડીએ ૧૭ ટકાને બદલે ૨૮ ટકા ચુકવવામાં આવશે. સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણય થી કેન્દ્ર ના કર્મચારીઓને ખૂબ જ ફાયદો પહોંચે અને જાણે સરકારે તેમની દિવાળી સુધારી દીધી હોય તેવું ચિત્ર પણ સામે આવ્યું હતું.