વેરાવળ ખાતે મણીબેન કોટક, બોયઝ હાઇસ્કુલ, મફતીયાપરા પ્રા.શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવણી
રાજ્યભરમાં શહેરી વિસ્તારની શાળાઓમાં પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાનાં વડામથક વેરાવળ ખાતે મણીબેન કોટક હાઇસ્કુલ, ધો.૯માં ૧૨૦ કુમાર અને ૧૦૦ કન્યા, બોયઝ હાઇસ્કુલમાં ૪૦ કુમાર, મફતીયાપરા પ્રા.શાળામાં ૫ કુમાર અને ૭ કન્યા, ચાર આંગણવાડીમાં ૧૩ કુમાર અને ૧૫ કન્યાઓને શૈક્ષણિક કીટ અને રમકડા કિટ આપી બીજ નિગમના ચેરમેનશ્રી રાજસીભાઇ જોટવાની ઉપસ્થિતિમાં નાંમકન કરાયું હતું.
આ પ્રસંગે શ્રી રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, હું પણ આ બોયઝ હાઇસ્કુલનો વિધાર્થી હતો અમે અહિ અભ્યાસ કરતા ત્યારે આજના જેવી સુવિધા ન હતી. અત્યારે રાજ્યસરકાર દ્વારા શિક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવે છે.
હાઇસ્કુલો, શાળાઓ, લાયબ્રેરી અધતન બનાવવામાં આવી છે અને સમયાંતરે શિક્ષકોને પણ તાલીમ આપી શિક્ષણનાં સ્તરમાં સુધારો કરવામાં આવે છે.ભણેલ દિકરી બે ઘર તારે એ કહેવત યર્થાથ ઠેરવતા જણાવ્યું હતું કે, આજે દરેક ક્ષેત્રમાં દિકરીઓ નોકરી કરતી જોવા મળશે.
રાજ્ય સરકાર દરેક વિસ્તારનાં બાળકના શિક્ષણ અંગેની ચિંતા કરે છે. કારણ સમાજના સર્વાગી ઉત્કર્ષ માટે શિક્ષણ પાયાની જરૂરીયાત છે અને રાજય સરકાર તેના માટે પ્રતિબધ્ધ છે, તેમ શ્રી રાજસીભાઇએ વધુમાં જણાવ્યું હતું.
આ તકે બોયઝ હાઇસ્કુલનાં વિદ્યાર્થી અને નિવૃત શિક્ષક હમીરભાઇ ખેરનું સન્માન કરવામાં આવ્યુ હતુ. કન્યાશાળાનાં આચાર્યશ્રી નિલેશ અપારનાથીએ બોયઝ હાઇસ્કુલના ભુતપૂર્વ વિદ્યાર્થી બીજ નિગમના ચેરમેનશ્રી રાજશીભાઇ જોટવાનું સન્માન કરેલ. શાળાનાં બાળકો દ્વારા દેશભક્તિગાન, યોગ નિદર્શન, બેટીબચાવો વિશે પોતાનાં વક્તવ્ય રજૂ કર્યા હતા.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉનડકટ, નાયબ મામલતદાર કુંતલબેન, સીડીપીઓ ગૈારીબેન, ડો. ચૈાધરી, અગ્રણી ચીમનભાઇ અઢિયા, ડો.વઘાસીયા, મારૂભાઇ,ભીખાભાઇ બાકુ, શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.