જજીસોને સારવારને અગ્રીમતા આપવાના પ્રશ્ર્ને સર્જાયેલા વિવાદમાં આક્ષેપોથી પર ઉઠી સમાજનું ઋણ ચૂકવીએ: દિલીપ પટેલ
કોવીડની સારવારમાં નિવૃત અને ફરજ બજાવતા જજીસોને સરકાર દ્વારા અગ્રીમતા આપવા રાજકોટના સીનીયર એડવોકેટ વિરોધ વ્યકત કરતા જેની સામે નિવૃત જજીસોના યુનિયન દ્વારા વિરોધ કરતા બાર અને બેંચ વચ્ચે વિવાદ વકરતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના ચેરમેન વકીલોનો પક્ષ રાખી પક્ષાપક્ષીથી પર ઉઠી સમાજનું ઋણ ચૂકવવા જણાવ્યું. રાજકોટ સીનીયર વકીલો દ્વારા સબ ઓર્ડીનેટ જયુડીશ્યલ ઓફીર્સ તથા કર્મચારી ન્યાયતંત્રની સેવા કરી નિવૃત થયેલા ન્યાયધીશો કુટુંબને કોવીડની સારવારમાં પ્રાથમિકતા આપવા સરકારે કરેલા નિર્ણયનો વિરોધ કરેલો હતો. અને વકીલોને પણ સુવિધા માટે વાત કરેલી હતી સરકારના નિર્ણયનો અને વકીલોના હીતનો હતો.
આ વિરોધનાં નિર્ણયમાં એસો. ફોર જજીસ અમદાવાદના લેટર પેડ ઉપર નિવૃત અને ફરજ પરના જજીસની સહીથી વિરોધ વ્યકત દૈનીક પત્રમાં પ્રસિધ્ધ થયેલા હતો અને તેમાં રાજકોટ બારની છાપ છે. કે રાજકોટના વકીલો હંમેશા ન્યાયધીશોને દબાવવાનો મોકો છોડતા નથી આવો લેખીત આક્ષેપ કરેલા હતો. નિવૃત કે ફરજ પરનાં ન્યાયધીશ આવી રીતે યુનીયન બનાવી શકે આ યુનીયન પૈકીનાં કોઈ જજીસ દ્વારા હાઈકોર્ટમાં રાજકોટના વકીલો દ્વારા જજીસને દબાવવામાં આવે છે તેવી કોઈ લેખીત ફરિયાદ કરેલી છે. સરકાર પાસે વકીલોને સારી સુવિધાવાળી સારવાર મળે તેમાટે રજૂઆત કરવી તેદબાવાનો મોકો છે.
નિવૃત ન્યાયધીશના યુનીયને તેના પત્રમાં રાજકારણી, ધાર્મિક મેળાવડા, આઈ.પીએસ આઈ.એ.એસ. અધિકારી, રાજકારણીઓ, ઉપર આક્ષેપ કરેલા તેના પુરાવાજૂ કરવા જોઈએ. માત્ર આક્ષેપ કરવા યોગ્ય નથી. જજીસને નિવૃતી બાદ મોટુ પેન્શન મળે છે. અને તેમાંથી સારવાર, રોજીરોટી, બાળકોનાં અભ્યાસનો ખર્ચ વિગેરે કરી શકે જયારે વકીલોને કામ સિવાય કોઈ આવક નથી પેન્શન નથી પગાર નથી, સવા વર્ષથી કોટો બંધ હોવાથી 85000 વકીલો પૈકીના 90% વકીલો બેકાર થયા છે.તે ધ્યાને લેવૂં જરૂરી છે.એસો. ફોર જસ્ટીસ નામના યુનીયને 125 નિવૃત જજો સંક્રમીત થયેલા અને 10નું મૃત્યુ થયેલનું જણાવેલું છે જયારે ગુજરાતનાં હજારો વકીલ અને પરિવારના સભ્યોનું કોરોના કાળમાં બીમારીમાં મૃત્યુ થયેલ છે. અને આવક ન હોવાથી ઘણા વકીલોએ આત્મહત્યા કરેલી છે તેમનો પરિવાર નોંધારો બનેલા છે.
પોતે નિવૃત હોવા છતાં મોભાદાર હોદા સાથે જીવન જીવી રહેલા છે. જયારે વકીલોની નિવૃતી બાદ શુ હાલત છે. તે પણ ધ્યાને લેવાની જરૂર છે.મારી દ્રષ્ટીએ આવુ યુનીયન નિવૃત જજીસનું કાયદેસરનથી યુનિયન રચીને સમાજ અને વકીલો ઉપર દબાવ લાવવા માટેનું હોવાની છાપ ઉભી થાય છે તેસમાજ માટે યોગ્ય અને ગરીમાપૂર્વકનું નથીતેવું માનવું છે. આ કોવીડ 19ના કપરા કાળમાં દરેક વ્યકિત પછી વકીલ હોય, અધિકારી હોય, આઈ.એ.એસ., આઈ.પી.એસ. રાજકારણી હોય, ન્યાયધીશ નિવૃત ન્યાયધીશ બધાને કોરોના મહામારીના ભોગથી બચવાનું છે. અનેકને મહામારીમાં ભોગ લેવાઈ ગયો. પક્ષાપક્ષી, આક્ષેપ બાજી દૂર કરી દરેક પોતાના હોદાથી થાય તેટલી સામાજીક સેવા કરી સમાજનું ઋણ ઉતારવાનો સમય છે. તેવું બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના મેમ્બર દિલીપ પટેલની યાદીમાં જણાવ્યું છે.