પૂ.પ્રમુખ સ્વામીની ૯૮મી જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે.
કડિયા સમાજ પ્રેરણા સમારોહમાં ૫૦૦થી વધુ જ્ઞાતિજનો જોડાયા.
વિશ્વવંદનીય સંતવર્ય પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવઉપક્રમે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના આશીર્વાદી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે શહેરના કડિયા જ્ઞાતિજનો માટે ‘કડિયા સમાજ પ્રેરણા સમારોહ’નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ સ્વામીએસુખી જીવનનું ચણતર વિષય પર પ્રેરક વક્તવ્યનોલાભ આપ્યો હતો જેમાં ૫૦૦૦ જેટલા કડિયા સમાજના ભાઈઓ અને બહેનોએ ઉપસ્તિ રહીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું.
આ સમારોહનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા વૈદિક શાંતિપાઠના ગાન સો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આદર્શ પદર્શક પ્રમુખસ્વામી મહારાજ વિડીયો દ્વારા ઉપસ્તિ સૌએ પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય દ્વારા પ્રેરણા પ્રાપ્ત કરી હતી.
આ સમારોહમાં ગુજરાત પછાત વિકાસ નિગમ બોર્ડના અધ્યક્ષ, કડિયા જ્ઞાતિ સમાજ સમસ્તના પ્રમુખ અને ચોટીલા આપાગીગા જગ્યાના મહંત નરેન્દ્રભાઈ સોલંકી ઉપસ્તિ રહ્યા હતા સો કડિયા સમાજના કમિટી મેમ્બર્સ તેમજઅગ્રણીઓ હોદેદારોએસહિત ૫૦૦૦ જેટલા જ્ઞાતિજનોએઉપસ્તિ રહીને પ્રેરણાદાયી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું. પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ ઉપસ્તિ સૌ કડિયા જ્ઞાતિજનોને ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે,સુખી બનવું સહેલું છે પરંતુ બીજાી વધુ સુખી વું અઘરું છે.પૈસાી ભૌતિક વસ્તુ ખરીદી શકાય, પૈસાી સાચું સુખ ખરીદી શકાતું નથી. સમારોહના અંતે ડિસેમ્બરમાં યોજાનાર પૂ. પ્રમુખસ્વામી મહારાજના જન્મજયંતી મહોત્સવના આકર્ષણોનો વિડીયો રજૂ કરવામાં આવ્યો હતો જેને જોઈ ઉપસ્તિ સૌ કોઈ અભિભૂત યા હતા.