ગાંધી જયંતી, દશેરા, મિલાદ એ શરીફ, સરદાર વલ્લભભાઈ પટેલ જયંતી સહિતની અનેક રજાઓ
આગામી ઓકટોબર માસથી દેશભરમાં તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે કોરોના કાળમાં ૪ મહિનાના લોકડાઉન બાદ તહેવારોમાં બેંકની ભૂમિકા પણ મહત્વપૂર્ણ સાબિત થાય તેમ છે જોકે આ વર્ષે આગામી ઓકટોબર માસમાં બેંકો અડધો-અડધ એટલે કે ૧૫ દિવસ બંધ રહેશે. બીજી તારીખે ગાંધી જયંતીથી રજાની શરૂઆત થશે.
મહત્વપૂર્ણ છે કે આ વખત ઓકટોબરમાં બેંક માત્ર અડધો મહિનો જ ખુલશે. કારણકે આ વખતે બેંકોમાં અંદાજીત ૧૫ દિવસની રજાઓ આવી રહી છે તેમ છતાં લોકોની સુવિધા માટે એટીએમમાં પર્યાપ્ત રોકડની વ્યવસ્થા રહેશે. આરબીઆઈની વેબસાઈટ મુજબ ઓકટોબર માસમાં દુર્ગાપૂજા, મહાસપ્તમી, મહાનવમી, દશેરા, મિલાદ એ શરીફ, ઈદ એ મિલાદ, ઉલ નબી, લક્ષ્મીપૂજા, સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતી, મહાત્માગાંધી જન્મજયંતી, મહર્ષિ વાલ્મિકી જન્મજયંતી વગેરે ઉપર અલગ-અલગ રાજયોમાં બેંકોમાં રજા રહેશે. આ ઉપરાંત તા.૪, ૧૧, ૧૮, ૨૫એ રવિવારની રજા તો તા.૧૦ અને ૨૪એ બીજો અને ચોથો શનિવારની રજા રહેશે. આમ વાત કરીએ તો ઓકટોબર માસથી ફેસ્ટીવલની સીઝન શરૂ થઈ રહી છે જેથી ૧૫ જેટલા દિવસ બેંકો બંધ રહેશે.
લોકોને બેંકોના કામકાજમાં ખાસ મુશ્કેલી ન પડે તે માટે બેંકો તો બંધ રહેશે પરંતુ એટીએમમાં લોકોને પર્યાપ્ત નાણા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
અગાઉ પણ એક માસ એવો હતો કે જેમાં અડધો-અડધ દિવસની રજાઓ આવી હતી અને ફરી આગામી ઓકટોબર માસમાં બેંકમાં ૧૫ દિવસની વિવિધ રાજયોમાં અલગ-અલગ રજા રહેશે.