કેન્દ્ર સરકારે બાંગ્લાદેશી ફિલ્મ સ્ટાર ફિરદૌસ અહમદના બિઝનેસ વિઝા રદ
કરીને તુરંત ભારત છોડી જવા તાકીદ કરી: અહમદે ભૂલ થયાની માફી માગી
પશ્ર્ચિમ બંગાળ સહિતના પૂર્વોત્તર રાજયોમાં ભાજપ દ્વારા પોતાની રાજકીય તાકાત ઉભી કરવા લાંબા સમયથી પ્રયત્નો થઈ રહ્યા છે. આ પ્રયજનોને સફળતા મળી રહી છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી તૃણમુલ પક્ષ માટે મોટો પડકાર ઉભો કર્યો છે.
જેનાથી હતપ્રભા બનેલો તૃણમુલ પક્ષ આ ચૂંટણી ગમે તેરીતે જીતવા માટે રઘવાયો બન્યો છે. જેના ભાગરૂ બંગાળમાં લાંબા સમયથી ઘુસેલા અને ભારતીય નાગરીક બની ચૂકેલા બાંગ્લાદેશી વિસ્થાપિતોને આકર્ષવા તૃણમુલે બાંગ્લાદેશી ફિલ્મી સ્ટાર ફીરદૌસઅહમદને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા હતા. અહમદે વિદેશ નાગરીક હોવા છતાં ચૂંટણી પ્રચાર કર્યાની ચૂંટણી પંચમાં ફરિયાદ થતા જ કેન્દ્ર સરકારે તુરંત તેના બિઝનેશ વિઝા રદ કરીને ભારત છોડી તાકીદ કરી છે.
પશ્ર્ચિમ બંગાળમાં બિઝનેશ વિઝન પર ભારતની મુલાકાતે આવેલા બાંગ્લાદેશ ફિલ્મ સ્ટાર ફીરદૌસ અહમદ દ્વારા તૃણમુલના એક ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ થઈ હતી જેથી કેન્દ્ર સરકારે આ ફરિયાદ અંગે તુરંત કાર્યવાહી હાથ ધરીને તેના બિઝનેસ વિઝા રદ કરીને તુરંત ભારત છોડી જવા તાકીદ કરી હતી.માત્ર એટલુ જ નહી કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અહમદને વિઝા માટેના બ્લેક લીસ્ટની યાદીમામૂકી દીધો હતો. તૃણમુલ દ્વારા બાંગ્લાદેશી ફિલ્મ સ્ટારને પ્રચાર માટે ઉતારવામાં આવતા તેની ભાજપ સહિતના વિવિધ પક્ષો દ્વારા આકરી ટીકા કરવામાં આવી હતી.
આ ઘટના ક્રમ બાદ બાંગ્લાદેશી ફિલ્મ સ્ટાર ફીરદૌસ અહેમદ પોતાની પ્રતિક્રિયામાં જણાવ્યું હતુ કે આ તેમનાથી અજાણતા ભૂલ થઈ ગયાનો સ્વીકાર કરીને માફી માંગી હતી રાજયનાં લોકોના પ્રેમને કારણે તેઓ ચૂંટણી પ્રચાર કરવા ગયાનું જણાવીને અહેમદે અંતમાં ઉમેર્યું હતુ કે હવે મને ખબર પડી ગઈ છે કે બીજા દેશોમાં ચૂંટણી પ્રચારમાં ભાગ લેવો એ એક ભૂલ છે.જો કે, બાંગ્લાદેશી ફિલ્મ સ્ટારના તૃણમુલ માટે ચૂંટણી પ્રચાર કરવાની આ ઘટનાથી ભાજપ સહિતના પક્ષોને તૃણમુલ પર ચૂંટણી પ્રચાર દરમ્યાન આક્ષેપ કરવાનું નવુ એક હથીયાર મળી ગયું છે.