મોરબી જિલ્લામા આજે ગુજકેટની પરીક્ષા યોજાઈ રહી હોય નક્કી કરેલા પરીક્ષા કેન્દ્રો આસપાસ ચારથી વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ગુજકેટ પરીક્ષા આજ રોજ યોજાનાર હોય આ પરીક્ષા શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો- વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ ૧૪૪થી મળેલ અધિકારની રૂએ કેતન પી. જોષી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી એ એક જાહેરનામું પ્રસિધ્ધ કરી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ગુજકેટ પરીક્ષા માટે મોરબી જિલ્લામાં સ.વ.પ. કન્યા વિદ્યાલય-મોરબી, ધી.વી.સી.ટેકનીકલ હાઈસ્કુલ-મોરબી, ડી.જે.પી.કન્યા વિદ્યાલય-મોરબી, નવયુગ વિદ્યાલય-મોરબી, નિર્મલ વિદ્યાલય-મોરબી, દોશી એમ.એસ.એન્ડ ડાભી એન.આર.હાઈસ્કુલ-મોરબી, સેન્ટમેરી હાઈસ્કુલ-મોરબી, નિલકંઠ વિદ્યાલય-મોરબી, નવજીવન વિદ્યાલય-મોરબી, સાર્થક વિદ્યાલય મોરબી-૨ સ્થળોએ આજ રોજ લેવાનાર છે.
જે પરીક્ષા માટે મોરબી જિલ્લામાં આવેલ પરીક્ષા કેન્દ્રો જાહેર કરવામાં આવેલ હોય તેવા પરીક્ષા સ્થળની આસપાસના ૨૦૦ મીટર (બસો મીટર) ના વિસ્તારમાં પરીક્ષા માં ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરધસ કાઢવું નહી.
તેમજ પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન લઈ જવા નહી તેમજ નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરેની સુવિધા ધરાવતી દુકાનો બંધ રાખવી તેમજ ગેરકાયદેસર કૃત્યુ કરવુ નહી તેવો હુકમ ફરમાવેલ છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com