ક્ષત્રીય કોર કમીટી ઇતિહાસની જાળવણી માટે જોગવાઇ કરવા લડત ચાલુ રાખશે
પદમાવતી ફિલ્મ કોઇ કાળે રજુ ન થવા દેવાની કટીબઘ્ધતા વ્યકત કરનાર રાજકોટ જીલ્લા રાજપૂત ક્ષત્રીય કોર કમીટીઓ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ગુજરાતમાં વિવાદોનું સમાધાન ન થાય ત્યાં સુધી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરતા રાજકાેટ જીલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓના પ્રતિનિધિઓની બનેલી કોર કમીટીએ જાહેરાતને વધાવી હતી અને નિર્ણય બદલ મુખ્યમંત્રી પ્રત્યે આભાર વ્યકત કર્યો હતો. સાથો સાથ ઇતિહાસને ભવિષ્યમાં પણ કલંકિત કરવાના કોઇ પ્રયાસને સાંખી નહી લેવાય તેવી લાગણી પણ વ્યકત કરી હતી.
ગઇકાલે બપોરના રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ન્યુઝ ચેનલ તથા પ્રેસના માઘ્યમથી રાજયમાં પદ્માવતી ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની જાહેરાત થતાં જ સમસ્ત રાજપૂત સમાજે પ્રતિબંધ ને આવકાર અને સરકાર પ્રત્યે આભારા વ્યકત કર્યો હતો. આકરા તેવર સાથે છેલ્લા અઠવાડીયાથી રાજકોટમાં તમામ રાજપૂત સંસ્થાએ કોર કમીટીના નેજા હેઠળ એકબીજાને લડી લેવાનો નિર્ધાર કર્યો હતો અને રાજકોટ જીલ્લામાં કોઇપણ ભોગે આ ફિલ્મ કોઇપણ થિયેટરમાં રીલીઝ ન થવા દેવા મકકમતા વ્યકત કરી હતી.
સરકારના નિર્ણયની જાણ થતાં તમામ સંસ્થાના આગેવાનો તથા કાર્યકરો ગરાસીયા બોર્ડીગ ખાતે એકત્ર થયા હતા જયંા ફટાકડાની આતશબાજી કરી નિર્ણયને વધાવ્યો હતો તથા કરણી સેના દ્વારા રાજયભરમાં આ નિર્ણયને આતકશબાજીથી વધાવવા અપાયેલ સૂચનાને અનુલક્ષીને જીલ્લા પંચાયત ચોકમાં આતશબાજી કાર્યક્રમમાં પણ કોર કમીટીના તમામ આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા.
જીલ્લા પંચાયત ચોક ખાતે કોર કમીટીના સર્વ રાજકોટ યુવરાજ માંધાતાસિંહજી જાડેજા, નરેન્દ્રસિંહજી જાડેજા, હરીચંન્દ્રસિંહજી જાડેજા, કરણી સેનાના ક્રિપાલસિંહ ઝાલા, જે.પી. જાડેજા, બહાદુરસિંહજી ઝાલા, દેવેન્દ્રસિંહ જાડેજા (ટીકુભાઇ) ડી.બી. ગોહિલ, ભરતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, રાજવીરસિંહ વાળા સહીતના આગેવાનોએ મુખ્યમંત્રીના નિર્ણયને આવકારી સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
દરમિયાન ગઇકાલે તાકીદે મળેલ કોર કમીટીએ ઇતિહાસને ખેવના કરી ભવિષ્યમાં કોઇ ફિલ્મ મેકર કે નાટયગૃહમાં કોઇપણ સમાજના ઇતિહાસ, ઐતિહાસિક ઘટના કે ઐતિહાસિક પાત્રોને વિકૃત રીતે કે ગરીમા હણાય તે રીતે રજુ ન કરે તે માટે કેન્દ્ર સરકારે આ વિષયે કાયદાના રક્ષણ માટે જોગવાઇ કરવા અભિયાન આદરવા પણ ઠરાવાયું હતું.