જામનગરમાં હરવા ફરવાના સ્થળે બગી (ઘોડાગાડી), ઘોડા વગેરે ચલાવવા ઉપર મ્યુનિ. કમિશનર દ્વારા પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જામનગરના હરવા ફરવાના સ્થળો જેવા કે ડીકેવી સર્કલ, તળાવની પાળ સહિતના સ્થળોએ બાળકોના મનોરંજન માટે ઘોડા, ઘોડાગાડી (બગી) વગેરે ચલાવવામાં આવે છે, પરંતુ આવા ઘોડા દ્વારા ક્યારેક અકસ્માત સર્જવાનો ભય સતત ઝળુંબતો હતો. ઉપરાંત ઘોડા જાહેર માર્ગે જ મળમૂત્ર કરતા હોવાથી ગંદકી થતી હતી.
જ્યારે આ સમસ્યાના નિરાકરણ માટે અને વિશાળ લોકહિતને ધ્યાને લઈ ઘોડા, ઘોડાગાડી (બગી) ચલાવવા ઉપર મ્યુનિ. કમિશનર દ્વારા પ્રતિબંધ લાદતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.