પીપાવાવ પોર્ટ રાજુલા ખાતે 14 માર્ચ 2021ના રોજ પીપાવાવ પોર્ટમાં ઉત્સવ લોજીસ્ટીક કંપનીના પાર્કિંગ વિસ્તારમાં એક સિંહણ ઘાયલ અવસ્થામાં પડેલ જેમાં તેનુ મૃત્યુ થયુ હોવાના જાળવા મળતા સ્થાનીક સ્ટાફ દ્વારા રાજુલા આર.એફે.ઓ. વાઘેલાને જાણ થતા સ્થળ ઉપર જઇ તપાસ કરતા માદા સિંહનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં અકુદરતી રીતે મૃત્યુ થયેલ હોવાનુ જાણવા મળતા તપાસ કરતા જાણવા મળેકે મુકટસિંહ દરબસિંહ ગુર્જર ટ્રેલર ડાઇવર રહે. નગલાતુલા (રાજસ્થાન) તથા સરયુપ્રસાદસિંહ જગનાથસિંહ જગનાથસિંહ રાજપુત સીકયુરીટી રહે. ડીહવા (ઉતરપ્રદેશ)બન્નેએ ગુન્હો કરેલ બન્નેની હાજરી બનાવ વાળી જગ્યાએ હોવા છતાં બનાવની સંપુર્ણ માહિતી હોવા છતા બનાવની હકીકત છુપાવેલ અને એક બીજાને મદદ ગારી કરેલ તેની સામે વન્યપ્રાણી અધીનીયમ-1972ની કલમ-2(16), 2(33), 2(36), 9, 39,50,51,52 હેઠળ ગુન્હો નોધી અટક કરેલ નામદાર કોર્ટમા જામીન અરજી રજુ કરતા ગુન્હાની ગંભીરતા જે એનીમલ શેડયુલ-1માં આવતુ પ્રાણી અને ગુજરાત સરકાર તેને સંવધિત કરવામાં આવેલ છે. શિકાર કરવાના નવા ટ્રેનેથી શિકાર કરેલ હોય તે તમામ વિગત ધ્યાને લઇ બન્ને પરપ્રાંતિય આરોપીઓની જામીન અરજી નામંજુર કરેલ છે.