અન્નનળીનું સફળ ઓપરેશન કરી એક માસના બાળકને નવુ જીવન આપ્યું

રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પ્રથમ પેટ, આંતરડા અને લીવરની આધુનિક પ્રાઇમ હોસ્પિટલના નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા એક મહિનાના બાળકને નવજીવન મળ્યું છે. સૌરાષ્ટ્રના સિનિયર ગેસ્ટોએન્ટોલોજીસ્ટ ડો. કે.કે.રાવલના માર્ગદર્શન હેઠળ ડો. અવ્વલ સાદિકોટ (એમ.ડી. ડી.એન.બી.), ડો. ચિંતન કણસાગરા (એમ.ડી. ડી.એન.બી.), ડો. ચિંતન મોરી (એમ.ડી. ડી.એન.બી.), તેમજ ડો.ઘનશ્યામ લાડુમોર (એમ.ડી. એનેસ્થેશીયા) ની ટીમે એક મહિનાના બાળકની સફળતાપૂર્વક એન્ડોસ્કોપી દ્વારા સર્જરી કરી હતી. આ કેસની વિગત મુજબ એક મહિનાના બાળકને ખોરાક લેવામાં તકલીફ  થતી હતી. જેને લઇને બાળકને પ્રાઇમ હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. પ્રાઇમ હોસ્પિટલ જે સૌરાષ્ટ-કચ્છનું એક માત્ર સ્થળ છે જયાં એન્ડોસ્કોપી અલ્ટ્રાસાઉન્ડ, મેનોમેટરી, ૨૪+૭ પી.એચ. મેટરી, એકલેશિયાકાર્ડિયા, લેટેસ્ટ એન્ડોસ્કોપીક થેરાપીની પ્રક્રિયા તેમજ એન્ટરોસ્કોપીની સુવિધા ઉપલબ્ધ છે. તેમજ આ હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનો જેમ કે ગુજરાતમાં સૌ પ્રથમ જાપાનની ઓલિમ્પન કંપનીએ ડિઝાઇન કરેલા જ એન્ડોસ્કોપી સ્યુટસ, એનડોસ્કોપીની સંપૂર્ણ જંતુરહિત ઓટોમેટીક સફાઇ માટે ઓટોમેટીક એન્ડોવોશર પણ ઉપલબ્ધ છે.

જયારે સારવાર દરમિયાન તબીબોને આ બાળકની અન્નનળી સંકોચાય ગયેલ હોય તેવું નિદાન થવા પામ્યું હતું. કાગળ જેટલી પાતળી અન્નનળીની દીવાલને પહોંચી કરવી તે એક જોખમી પ્રક્રિયા છે. તેમાં અનુભવ અને ચોકસાઇની ખુબ જરુર હોય છે. આવા વખતે દર્દી અને ડોકટર બન્નેના ધબકારા કાબૂમાં રહે તે જરુરી છે પરંતુ પ્રાઇમ હોસ્પિટલની ડોકટરોની ટીમે બાળકનું કાળજીપૂર્વક એન્ડોસ્કોપી દ્વારા ડાયલેટેશન કરવામાં આવ્યું હતું. આટલી નાની વયના બાળક પર થયેલા સફળ ઓપરેશન પરથી આ ડોકટરોની સિઘ્ધિમાં વધુ એક  યશકલગી ઉમેરવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.