૧ થી ૬ વર્ષના બાળકો માટે ૭ કેટેગરીમાં સ્પર્ધાનું આયોજન થશે, ૧૧ ઓગષ્ટના રોજ યોજાનાર સ્પર્ધાના કાર્યક્રમને લઈ આયોજકો ‘અબતક’ને આંગણે
જેસીઆઈ રાજકોટ યુવા સતત નવ વર્ષથી “હેલ્થી બેબી કોમ્પીટીશનનું આયોજન કરેલ છે જે આ વર્ષે પણ સ્ટર્લીંગ હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ મુકામે યોજવામાં આવશે. આ કોમ્પીટીશન ફકત ૧ થી ૬ વર્ષના બાળકો માટે રહેશે અને આ કોમ્પીટીશનમાં કુલ ૭ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હેલ્થી હેર બેબી, બ્યુટીફુલ આઈઝ બેબી, ક્યુટ બેબી, બ્યુટીફુલ મોમ વી બેબી, હેલ્ધી બેબી, ફેન્સી બેબી, બ્યુટીફુલ મેચીંગ ડ્રેસીંગ મોમ વીથ બેબી આ ૭ કેટેગરીમાં અલગ અલગ કેટેગરીવાઈઝ અલગ અલગ જજ બેસાડવામાં આવશે. તમામ કેટેગરીમાં જે તેના નિષ્ણાંત બેસાડી ૧૧ ઓગષ્ટના રોજ સવારે ૯ થી સાંજે ૬ સુધી ભાગ લેનાર તમામ બાળકોનું જ જીંગ સ્ટર્લીંગ હોસ્પિટલ ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર કરવામાં આવશે તા દરેક બાળકને જજીંગ પછી પ્રોત્સાહન પુરસ્કાર તરીકે રૂા.૫૦૦/-ની રીટર્ન ગીફટની એક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. જેમાં દરેક સ્પર્ધકને એક સર્ટીફીકેટ, મેડલ, કીટસ બુફેટ સેટ, ડ્રાય સ્નેકસ, કેડબરી તા બાલાજી, હીમાલીયા, મેમીપોકોસ, ડેન્ટોસાઈન્સ જેવી કંપનીની ગીફટ આપવામાં આવશે. આ તકે આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી.
આ કોમ્પીટીશનનું આયોજન “સ્ટર્લીંગ હોસ્પિટલ ૧૫૦ ફૂટ રીંગ રોડ, નાણાવટી ચોક પાસે સવારે ૯ વાગ્યાથી યોજાશે. તમામ બાળકોને અને વાલીઓને અગવડતા અને તકલીફ ના થાય એ માટે એમને પહેલાથી એક ટેગ અને ટાઈમ ફાળવી દેવામાં આવશે. દરેક સ્પર્ધક સાથે ફકત બે વ્યક્તિને જે તે સમયે ફાળવેલ તે સમયે આવવાનું રહેશે તેની વિશેષ નોંધ લેવી.
ફોર્મ મેળવવા શાંતિલાલ જમનાદાસ જવેલર્સ, દોશી પ્લાઝા, જલારામ સોસાયટી-૨, યુનિ.રોડ, ફોન નં.(૦૨૮૧) ૨૫૮૩૦૦૩, કીડઝી પ્લે હાઉસ, ગુરુકલ ઢેબર રોડ સામે મો.નં.૮૧૪૧૯ ૨૭૫૫૪, રઘુવીર ટોઈઝ, શોપ નં.૩, કિલ્લોર કોમ્પલેક્ષ, કભીભી બેકરી સામે, અમીન માર્ગ, મો.નં.૯૯૦૯૦ ૦૦૭૨૮, સ્ટર્લીંગ હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, નાણાવટી રાજકોટ ફોન (૦૨૮૧) ૩૯૪૪૧૧૧૧ ખાતેથી ફોર્મ મળશે.
ફોર્મ પરત કરવા બેબી લેન્ડ “દ્વારકેશ, પંચવટી સોસાયટી મેઈન રોડ, પંચવટી સોસાયટી હોલ સામે, રાજકોટ-૧ મો.૯૪૦૯૦ ૧૮૨૬૭, બેબી લેન્ડ, બિઝનેશ ટર્મીનલ, શોપ નં.૩, નાના મવા મેઈન રોડ, શાીનગર સામે, રાજકોટ મો.૯૪૨૯૩ ૩૭૩૧૧ પર પરત કરવાના રહેશે.
આ સ્પર્ધાનું આયોજન સ્ટર્લીંગ હોસ્પિટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, નાણાવટી ચોક, રાજકોટ ખાતે તા.૧૧-૮-૨૦૧૯, રવિવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી યોજાશે. એવોર્ડ સેરેમની હેમુગઢવી હોલ, ટાગોર રોડ, રાજકોટ ખાતે જ્યારે તા.૧૩-૮-૨૦૧૯ સમય બપોરે ૨:૩૦ થી ૬:૩૦ (૧ થી ૬ વર્ષના બાળકો માટે) યોજાશે. આ સ્પર્ધાની વધારે માહિતી માટે ફોન નં.(૦૨૮૧) ૨૫૮૩૦૦૩ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે. આ સ્પર્ધા માટે પરસન જે.સી.અશ્ર્વિન ચંદારાણા જે.સી. રચના રુપારેલ, જે.સી.ગીરીશ ચંદારાણા, જે.સી.મનીષ પલાણ, જે.સી.વિશાલ પંચાસરા, જે.સી.ચિરાગ દોશી જહેમત ઉઠાવી રહ્યાં છે.