બધી યુવતીઓ ઇચ્છતી હોય છે કે તેની ત્વચા ચમકદાર બને. યુવતીઓ પોતાની ત્વચાને ચમકદાર બનાવવા માટે ઘણા પ્રયત્ન કરે છે. તેઓ મોંઘી મોંઘી બ્યુટિ પ્રોડક્ટનો પણ ઉપયોગ કરે છે. તેઓ આવી પ્રોડક્ટનો ઉપયોગ કરીને ત્વચાને ગોરી તો બનાવે છે પણ આ પ્રોડક્ટ થી ઘણી બધી સાઈડ ઇફેક્ટ થાઈ છે.
પરંતુ તમારે જો તમારી ત્વચાને ચમકદાર બનાવવી જ હોય તો ઘણા એવા ઘરેલુ નુસખા પણ છે જેનાથી તમે તમારી ત્વચાને ચમકદાર બનાવી શકો છો આ નુસખામાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે આયુર્વેદિક નુસખા. આયુર્વેદિકથી તમારી ત્વચાને કોઈપણ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી અને તમારી ત્વચા પણ નિખરે છે.
શાકભાજી ખાવી એ આપણાં શરીર માટે ઘણી ફાયદાકારક છે. ગાજર, કાકડી, મૂળો, કોબીજ, જેવી શાકભાજીમાં ટીડોસિક એસિડ હોય છે. જે જમવાનું પચાવવામાં મદદ કરે છે.આ ઉપરાંત કેળાં, પપૈયાં જેવા ફ્રૂટ પણ તમને મદદરૂપ થાય છે. આ શાકભાજી અને ફ્રૂટ ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે…. જી હા રોજની આ એક શાકભાજી ખાવાથી તમારી ત્વચા આપોઆપ નિખરશે અને ત્વચા પણ ચમકદાર બનશે.
જો તમે તમારે ત્વચાને સાચે જ નિખારવા માંગતા હોય તો સવારને વહેલા ઊઠીને ખાલી પેટે લીંબુ વાડી ચા પીવી જોઈએ આથી તમારો નિખાર આપોઆપ વધશે.
આ ઉપરાંત સવારના નાસ્તામાં જો અખરોટનું સેવન કરો તો પણ તમારો નિખાર વધી સકે છે.
આ તમામ ઉપાયો આયુર્વેદિક હોવાથી થોડી વાર લાગે છે પરંતુ આનો ઉપયોગ કરવાથી તમને કોઈપણ જાતની સાઈડ એફેક્ટ થતી નથી. આ ઉપરાંત તમારું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.