વૈશ્વિક ધોરણે પ્રવર્તી રહેલા આતંકના ઓછાયા હેઠળ સમગ્ર વિશ્ર્વ હતપ્રભ છે ત્યારે વિયેનામાં થયેલા આતંકી હુમલામાં પાંચના મૃત્યુની ઘટનામાં નવીદિલ્હીની ઓસ્ટ્રીયન એમ્બેસીએ કચેરીનું કામકાજ ૧૧ નવેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. સુરક્ષાના કારણો અને વિયેનામાં થયેલા હુમલાના પગલે આ નિર્ણય લીધો હોવાનું જણાવાયું હતું.
જો કે, વિયેનામાં કાર્યરત ભારતીય એલચી કચેરીએ જણાવ્યું હતું કે, વિયેનામાં ભારતીય સમુદાયની સલામતી અંગે કોઈ સંદેહ નથી. અમે તેમના સંપર્કમાં છીએ, તમામને આતંકી માહોલમાં સાવચેત રહેવા જણાવાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ટ્વીટ પર યુરોપીયન રાષ્ટ્રો પ્રત્યે સંવેદના વ્યકત કરી હતી.