તા.૨૧ જુલાઈને મંગળવારથી શ્રાવણમાસનો પ્રારંભ થશે શ્રાવણ માસના પ્રથમ દિવસે ધર્મપૂજા પાઠને વૃધ્ધિ કરનાર પૂષ્યનક્ષત્ર છે. આ વર્ષે શ્રાવણ માસમાં ચાર સોમવાર છે. આ વર્ષે પુરૂષોતમ માસ હોવાથી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવાર ૧૫મી ઓગષ્ટ પહેલા આવશે સામાન્ય રીતે જન્માષ્ટમી ૧૫મી ઓગષ્ટ પછી આવે છે. પરંતુ પુરૂષોતમમાસ વાળુ વર્ષ હોવાથી ૧૫મી ઓગષ્ટ પહેલા જન્માષ્ટમી નો તહેવાર આવી જશે રક્ષાબંધન તા.૩ ઓગષ્ટ જન્માષ્ટમી તા.૧૨ યોગાસનના રોજ છે.
ગ્રહોની દ્રષ્ટિએ જોઈએ તો શની ગ્રહ પોતાની સ્વરાશીમાં વક્રી પરિભ્રમણ કરી રહ્યા છે. ગૂરૂમહારાજ શ્રાવણ માસ દરમ્યાન પોતાની સ્વરાશી ધન રાશીમાં વક્રી પરિભ્રમણ કરી રહ્યા છે. આમ ગ્રહોની ઈષ્ટએ જોતા શ્રાવણ માસમાં કરેલ પૂજા જપ તપ, ભકિત ફળદાઈ બનશે.
શ્રાવણ માસમાં શિવમૂષ્ટિ શિવમૂષ્ટિ એટલે કે શ્રાવણ મહિનાના ચારેય સોમવાર દરમ્યાન જે સોમવારનું જે ધાન્ય હોય તે મૂઠીમાં રાખી અને શિવલિંગ ઉપર ૐ નમ: શિવાય બોલતા બોલતા ચડાવું આને શિવમૂષ્ટિ કહેવામાં આવે છે. પ્રથમ સોમવારે ચોખા ચડાવા, બીજા સોમવારે મૂઠીએક કાળાતલ, ત્રીજા સોમવારે મૂઠીએક મગ, અને ચોથા સોમવારે તા.૧૭.૮ શિવજીને મૂઠી એક જવ ચડાવાથી લાભ થશે. આમ ચારેય સોમવાર શિવજીનું પૂજન કરવાથી મનોકામના સિધ્ધ થાય છે.