એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અગસ્તા વેસ્ટલેન્ડ વીવીઆઇપી હેલિકોપ્ટર સોદા મામલે કથિત બિલૌલિએ ક્રિશ્ચિયન મિશેલની શનિવારે ધરપકડ કરી લીધી છે. મિશેલને ઇડીના સ્પેશિયલ જજ અરવિંદ કુમાર સક્ષમ હાજર કરવામાં આવ્યા અને તેઓને પૂછપરછ માટે 15 દિવસ માટે કસ્ટરીમાં રાખવાની માગણી કરી.
ઇડીએ મિશેલની પૂછપરછ માટે કોર્ટ પાસે તેની ધરપકડની માગણી કરી હતી. કોર્ટે ઇડીને ક્રિશ્ચિયન મિશેલની કોર્ટની અંદર જ 15 મિનિટ સુધી પૂછપરછ કરવાની મંજૂરી આપી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી.
ઇડીએ મની લોન્ડ્રિંગ મામલે મિશેલની ધરપકડની મંજૂરી માંગી હતી. મિશેલની યુએઇમાં ધરપકડ કરવામાં આવી અને પ્રત્યાર્પણ કરીને 4 ડિસેમ્બરના રોજ ભારત લાવવામાં આવ્યો.બીજા દિવસે કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યો જ્યાં કોર્ટે તેને પાંચ દિવસ માટે સીબીઆઇની કસ્ટડીમાં મોકલી લીધો. તેની કસ્ટડી બાદમાં પાંચ દિવસ અને પછી ચાર દિવસ માટે વધારી દેવામાં આવી હતી.