ગુજરાત સંગીત નાટક અકાદમી અને દીકરાનું ઘર પ્રેરિત સાહિતય સેતુ સંસ્થાનું સફળ આયોજનમાં સુપ્રસિઘ્ધ લોકગાયક નીલેશ પંડયા અને સાથી કલાકારો વરસી પડયા…
ગુજરાત સંગીત નાટક અકાદમી ગાંધીનગર તથા દીકરાનું ઘર ઢોલરા પ્રેરિક સાહિત્ય સેતુના સંયુકત ઉપક્રમે રાષ્ટ્રીય શાળા રાજકોટ ખાતે લોકસંગીતનો ભવ્ય કાર્યક્રમ લોકસાગરના મોતી યોજાઇ ગયો જેનો લાભ રાજકોટના ક્રીમ અને એજયુકેટેડ ઓડીયન્સે લીધો હતો.
પ્રારંભે દીકરાનું ઘર ન મેનેજીંગ ટ્રસ્ટી મુકેશ દોશીએ જણાવ્યું કે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા ગુજરાતી લોકસંગીતના પ્રચાર-પ્રસાર માટે બહુવિધ કામગીરી થઇ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઇ પાણીના માર્ગદર્શનમાં રમત ગમત અને યુવક સેવા સાંસ્કૃતિક વિભાગના રાજયમંત્રી ઇશ્ર્વરસિંહ પટેલ અને ગુજરાત સંગીન નાટક અકાદમીના ચેરમેન પંકજભાઇ ભટ્ટ, સભ્ય સચિવ જે.એમ. ભટ્ટ દ્વારા ગુજરાતના લોકસંગીતના વારસાને દીપાવવા માટે થતી પ્રવૃતિની તેમણે પ્રશંસા કરી હતી આ તકે સાહિત્ય સેતુ ના અગ્રણી અનુપમ દોશીએ કહ્યું કે રાજકોટનું શિક્ષીત અને ક્રીમ ઓડીયન્સ પણ લોકસંગીતના કાર્યક્રમોમાં હરખભેર આવે છે. તેમણે સંગીત નાટક અકાદમીના સુત્રધારોનો આભાર વ્યકત કર્યો.
અષાઢી વરસાદી માહોલમાં સુપ્રસિઘ્ધ લોકગાયક નીલેશ પંડયાએ આભમાં ઝીણી ઝબૂકે વીજળી સવા બશેરનું સારુ: દાતરડું શરુ કરી હાજી કાસમ તારી વીજળી, દાદા હો દીકરી, મુને ઢોલે રમવા મેલ, ચુંદલડી ને રે ઓઢું બાઇજીને આંગણે આંબલો, આવડા મંદિરમાં હું તો એકલી સહીત મધુરાં લોકગીતોનું આભ વરસાવ્યું તો લોકગાયિકા મિતલબેન પટેલ સાથે સોના વાટકડી રે અમે મૈયારાં રે આવી રુડી અજવાળી રાથ જેવા ડયુએટ પ્રસ્તુત કરી શ્રોતાઓને ડોલાવી દીધા હતા. નીલેક પંડયા સાથે સુનીલ સરપદડીયા, અંબર પંડયા, ડો. હરેશ વ્યાસ, રવિ યાદવ, ભાવેશ મિસ્ત્રી, અરવિંદ વ્યાસે ત્રણ કલાક સુધી રમઝક બોલાવી હતી.
આ તકે સમાજ જીવનના વિવિધ આગેવાનો ઉઘોગપતિ પ્રતાપભાઇ પટેલ, કીરીટભાઇ સી.પટેલ, હરેશ મહેતા, રાકેશભાઇ ભાલાળા, વસંતભાઇ લીંબાસીયા, નાટયકાર કૌશિકભાઇ સિંધવ, કવિ ભાસ્કર ભટ્ટ, હાસ્ય લેખક પ્રદયુમન જોશીપુરા, નાટયકાર આવૃતિબેન નાણાવટી, વરિષ્ઠ પત્રકાર અનિલ દાસાણી, સુનીલ વોરા, નલીન તન્ના, હાર્દિક દોશી, પૂર્વ શિક્ષક રાજેન્દ્રસિંહ જાડેજા, લોકસાહિત્ય સંશોધક શાંતિલાલ રાણીંગા, સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ અઘ્યક્ષ જનાર્દનભાઇ આચાર્ય સહીતના લોકસંગીત પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતા.