સૌરાષ્ટ્રના તમામ વલ્લભકૂળના મહારાજની ઉપસ્થિતિમાં આજે ધર્મસભા યોજાશે: વૈષ્ણવો માટે ઐતિહાસિક લ્હાવો
રાજકોટ સર્વોતમ સેવા સંસ્થાના તેમજ કોટેચા પરિવાર દ્વારા કૃષ્ણકથાનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વકતા પ.પૂ. ગોસ્વામી પરાગકુમારજી મહોદય દ્વારા કથાનું રસપાન કરાવવામા આવી રહ્યું છે. ત્યારે સતત ચોથા દિવસે વૃંદાવનના વેદ પ્રકાશજી મંડળી દ્વારા કૃષ્ણ લીલાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કથાના રસપાન અને કાર્યક્રમોને માણવા બહોળી સંખ્યામાં લોકોએ ઉમટી પડયા હતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જયેશભાઈ રાદડિયા કેબીનેટ મંત્રી, ગોવિંદભાઈ પટેલ ધારાસભ્ય, અરવિંદભાઈ પટેલ ફિલ્ડ માર્શલ ગ્રુપ, પરેશભાઈ ગજેરા ચેરમેન કેડાઈ આરબીઆઈ, સ્મિતભાઈ કનેરીયા કલાસીક ગ્રુપ, મનુભાઈ વિરપરીયા જલગંગા પંપ, યુવરાજસિંહ રાણા બિલ્ડર અગ્રણી, અમિતભાઈ ત્રાંબડીયા ટ્રેઝેરર કેડાઈ આરબીઆઈ, વલ્લભાઈ કટારીયા બાલાજી વેફર્સ ગ્રુપ, શૈલેષભાઈ ડાંગર યુવા ભાજપ અગ્રણી, ભીમજીભાઈ વાઢેર પ્રમુખ તાલુકા પંચાયત અને તાલાલા ગીર, ભરતભાઈ પટેલ ચેરમેન બિલ્ડર એસોસીએશન ઉપસ્થિત રહ્યા હતા.
પ.પૂ. ગોસ્વામી ગોપેશકુમારે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે કૃષ્ણકથાનું આયોજન કૃષ્ણના જીવનને ચરિતાર્થ કરવા માટે કરાયું છે. ભગવાન કૃષ્ણનું સ્વપ એ અગાધ સ્વપ છે. ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશ હાલ બધી ભાષામાં ઉપલબ્ધ છે. હાલમાં લોકો પોતાના ધર્મથી દૂર થયા છે. પરંતુ ધર્મ જીવનમાં ખૂબજ જરી છે. ખાસ તો પિતૃચરણ શ્રી વલ્લભલાલજી મહારાજના ૯૪માં પ્રાગટય ઉત્સવ નિમિતે રાજકોટની ભૂમી ઉપર વલ્લભ વંશજ તમામ બાલકોને નિમંત્રીત કર્યા છે. કે જેવો રાજકોટ પધારશે અને ધર્મસભા યોજાશે.
વ્રજથી પધારેલ સીતારામ ભારદ્વાજએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હાલમાં આપણો દેશ પશ્ર્ચિમી સંસ્કૃતી તરફ વળ્યો છે. ત્યારે આપણી સંસ્કૃતી કયાંકને કયાંક વિષરાઈ રહી છે. તો આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા વૃંદાવનના વેદ પ્રકાશજી મંડળી દ્વારા કૃષ્ણ લીલા રજૂ કરવામાં આવે છે. ખાસ કરીને કૃષ્ણની રાસલીલા શબ્દને લોકોએ ઘણો નાનો બનાવ્યો છે.
પરંતુ રાસલીલા શબ્દનો અર્થ વિશાળ છે.ભગવાન કૃષ્ણે અજુનને જ્ઞાન આપ્યું છે. તો કૃષ્ણ પરમાત્મા વિશે કંઈ પણ બોલ્યા પહેલા કૃષ્ણ પરમાત્મા વિશે બધુ જાણવું જોઈએ.
વ્રજથી પધારેલા કૃષ્ણ લીલા રજૂ કરનાર પાત્રોએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓના ગ્રુપમાં નાનામાં નાના ૧૨ વર્ષના બાળકથી માંડી યુવાનોનો સમાવેશ થાય છે. ખાસ તો તેવો વ્રજથી રાજકોટ આવ્યા તેમનો ઉદેશ્ય શ્રી કૃષ્ણ પરમાત્માના જીવન અંગે લોકોને ઉજાગર કરવાનો જ છે. અને આ ઉપરાંત તેવો વારસાગત રીતે આ લીલામાં ભાગ લેતા હોય છે. જેમાં રાધા-કૃષ્ણ અને સખીઓનો સમાવેશ થાય છે. દર દિવસે કૃષ્ણ ભગવાનના જીવનની અલગ અલગ લીલાઓ રજૂ કરવામાં આવે છે. ખાસતો સ્ટેજ પર રજૂઆત માટે તેવોએ કોઈ તૈયારીની જર નથી કારણ કે તેવો લાંબા સમયથી રાસલીલા સાથે જોડાયેલા છે.