નાના બાળકોને જુનીયર કે.જી.માં ગવડાવામાં આવતું આ બાળ ગીત પણ અત્યારની રહાઇમ્સમાં ધીમે-ધીમે ખોલાતું જાય છે. જો કે એનાથી પણ દુ:ખદ ઘટના એ છે બાળગીતની એ ચકલી…..આપણા આંગણાની ‘ચરકલડી’ પોતે અત્યારે શોધી જડતી નથી. એક સમય હતો જ્યારે દાણા આંગણામાં વેરાય અને કબૂતરોનું ઘૂઘૂઘૂ અને ચકલીના ચીચીથી આખું ઘર ગાજી ઉઠતું.
શહેરમાં તો ઠીક અત્યારે ગામડામાં પણ ચકલી જોવા મળે તો એ અનુપમ લહાવો ગણાય એવી પરિસ્થિતિ છે.
દર વરસે કોઇને કોઇ કારણસર પશુ-પક્ષીની અને જળચરોની પ્રજાતિ લુપ્ત થતી જાય છે. કેટલીક નામશેષ થઇ ગઇ છે તો કેટલીક લુપ્ત થવાના આરે છે. ખેદની વાત એ છે કે એમાં ચકલીનો પણ સમાવેશ થઇ ગયો છે.
કેટલાક સેવાભાવી વ્યક્તિઓ, પક્ષીપ્રેમીઓ અને સંસ્થાઓ ‘ચકલી’ને બચાવમાં અવનવા પ્રયોગો કરે જ છે.
તાજેતરમાં એક પક્ષીપ્રેમીએ પોતાના લગ્નની કંકોત્રી જ ચકલીના માળાના આકારની બનાવી. આમંત્રણ પત્રિકાની સાથે-સાથે પછીએ ચકલીના માળા તરીકે ટીંગાડી શકાય.
જો કે શ્રમિક દરે ઘટતી જતી ચકલીની સંખ્યા નોંધપાત્ર હદે ઘટી ગઇ છે. વિશ્ર્વભરમાં આજે બહુ જૂજ સંખ્યા રહી છે જેનું યોગ્ય જતન નહિં કરવામાં આવે તો….
આજે વિશ્ર્વ ચકલી દિન નિમિતે આપણા આંગણાની આ ભોળી ચરકલડીને બચાવવા માટે આપણે સહિયારો પુરુષાર્થ કરીએ એવો સંકલ્પ લઇએ તો?
ચકલી એક પક્ષી માત્ર નથી આપણા પ્યારા બાળકોની નિર્દોષ ભોળી સાથી પણ છે જ…..
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,