જપ-તપ અને આરાધનાનાં સંગમ વચ્ચે ભવ્યાતિભવ્ય આંગી અને ગૂ‚વંદનાનો લાભ લેવા જિનાલયો શ્રાવકોથી ઉભરાયા: નિત્ય સવાર-સાંજ સામુહિક પ્રતિક્રમણ,સ્નાત્રપૂજા તથા વ્યાખ્યાન સહિતના વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોમાં હજારો ભાવિકો બન્યા ધન્ય
સત, સંયમ અને સદ્ગૂણની શીખ માટેનો સાપ્તાહિક પર્વ એટલે પર્યુષણ મહાપર્વ સમગ્ર જૈન સમુદાયમાં ચાહે એ દેરાવાસી જૈન સંઘ હોય કે સ્થાનકવાસી જૈનો પર્યુષણ પર્વને અતિ મંગલકારી અને પાવન માનવામાં આવે છે. જૈનોના સર્વે પર્વોમાં પર્યુષણ પર્વને રાજા માનવામાં આવે છે. પર્યુષણના આઠેય દિવસોમાં જૈનો માટે દાનનું તેમજ ઉપવાસનું પણ ખૂબજ મહત્વ હોય છે. દેરાવાસીઓનો આજે ચોથો તેમજ સ્થાનકવાસીઓનો આજે પર્યુષણનો ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. રાજકોટના તમામ જિનાલયોમાં દરરોજ તપ, ધ્યાન, આરાધના, પ્રતિક્રમણ, પૌષધ તેમજ અઠ્ઠાઈ સહિતની શ્રધ્ધાભકિત જોવા મળી રહ્યા છે. ઉપાશ્રયો અને દેરાસરોમાં નિત્ય આંગીના દર્શન કરી જૈન ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે.
રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ
રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘના પ્રાંગણે પર્વાધિરાજ પર્યુષણપર્વ નિમિતે દરરોજ તપ, ધ્યાન, આરાધના પ્રતિક્રમણ પૌષધ, અઠ્ઠાઈ સહિતની શ્રધ્ધા ભકિતભાવના જોવા મળશે રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘની ઉલ્લાસભરી વિનંતીને સ્વીકારી ધર્મદાસજી સંપ્રદાયના પૂ. કાનગૂ‚દેવ, પૂ. જીનેન્દ્રમૂનિજીના આજ્ઞાનુવર્તી પૂ.મેના કૌશલ્યાજી ગુ. મૈયાના સુશિષ્યાઓ પૂ. કંચનબાઈ મ.સ. ઠાણા ૬ અત્રે સુખસાતામાં બિરાજમાન છે. દરરોજ સવારે ૯.૧૫ થી ૧૦.૩૦ તેમજ બપોરે ૩.૩૦ થી ૪.૩૦ દરમિયાન કાર્યક્રમો રાખવામાં આવેલ છે. તા.૨૨એ વૈરનું વિસર્જન ક્ષમાનું સર્જન અને મહાવીર મોલ તા.૨૩એ ભ. મહાવીર સ્વામીના ૨૭ ભવવાંચન અને ભ.પૂ. શ્રી મંચ, તા.૨૪એ સત્સંગનો મહિમા અને લો કરી લો ભ.થી ટેલીફોનથી વાત, તા.૨૫એ દાનનો મહિમા અને સચિત અચિતની પરીક્ષા, તા.૨૬એ વૈરી મટી ઝવેરી બનો અને શેર બજારનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૭ તપસ્વીઓના પારણા તથા સવંત્સરી બાદ તા.૩.૯ને રવિવારે સંઘ સ્વામી વાત્સલ્યમાં પધારવા સંઘે આમંત્રણ પાઠવ્યું છે. સંઘ જમણ સ્થાનિક સભ્યો માટે જ રાખવામાં આવેલ છે.
રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન સંઘ શેઠ ઉપાશ્રય
રોયલપાર્ક અને શેઠ ઉપાશ્રય સ્થાનકવાસી જૈન સંઘની ઉલ્લાસભરી વિનંતીને સ્વિકારી ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના તપસમ્રાટ પૂ. રતીલાલજી મ.સાહેબના શિષ્ય અપૂર્વશ્રુત આરાધીકા પ. લીલમબાઈ મ.સ.ના સુશિષ્યા સાધ્વીરત્ના પૂ. દિક્ષીતાબાઈ મહાસતીજી, એવમ ડો. પૂ. પન્નાબાઈ મહાસતીજી તથા પૂ. ચાંદનીબાઈ ઠાણા ૩ અત્રે સુખસાતામાં બિરાજમાન છે. સોનામાં સુગંદ ભળે તેમ સાધ્વીરત્ના પૂ. સાધનાબાઈ મ.સ. તથા પૂ. સંગીતાબાઈ મ.સ. એ પર્યુષણ પર્વના ૮ દિવસ માટે રાજગીરી ઉપાશ્રયમાં પ્રવચન આપી રહ્યા છે. ચાતુર્માસના દિવસોમાં સાધ્વીરત્ના પૂ. દિક્ષીતાબાઈ મહાસતીજી તથા સાધ્વીરત્ના ડો. પૂ. પન્નાબાઈ મહાસતીજી રોજ વાંચણી ફરમાવી રહ્યા છે. આ આરાધનામાં ઉત્સાહ જોમ જોશ વધારવાને પાવન બનાવવા પર્વાધિરાજ પર્વના દિવસો ચાલી રહ્યા છે. આ પર્વને વધાવવા નવતર અભિયાનો નીચે મુજબ રાખવામા આવ્યા છે. પ્રતિક્રમણ રોજ ૬.૪૫ તથા સવંત્સરી પ્રતિક્રમણ ૬ કલાકે રોયલ પાર્ક મોટા સંઘ તથા શેઠ ઉપાશ્રય બંને જગ્યાએ રાખવામાં આવેલ છે. તથા રોયલ પાર્કમાં ફકત બહેનો માટે જ છે. બપોરનાંસ મયે વિવિધ વેરાયટી સાથેની ગેઈમ તથા સ્પર્ધા તેમજ શિબિર સહિતના આઠેય દિવસનાં અનોખા આયોજન રાખવામાં આવેલ છે. તા.૨૩મીએ ભગવાન મહાવીર સ્વામીની માતા ત્રિશલાના ૧૪ સ્વપન આલેખન અર્પણ તા.૨૪મીએ સત્સંગથી જ્ઞાનની વૃધ્ધિ તા.૨૫મીએ દાનનો મહિમા અપરંપાર, તા.૨૬મીએ ૯ થી ૧૦ ખતમ ખમાપણાનું મહત્વ તથા વેરના વધામણા તેમજ ૧૦.૩૦ થી ૧૧.૩૦ આલોચના તા.૨૭મીએ પારણા અને સવંત્સરી બાદ સંઘ જમણ રાખવામાં આવ્યું છે. સંઘ જમણ સ્થાનિક સભ્યો માટે જ રાખવામાં આવેલ છે.
ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ–નાલંદા ઉપાશ્રય
ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં તા.૨૩/૮ને બુધવારના રોજ સવારે ૮:૧૫ થી ૯:૧૫ સુધી ભકતામર પાઠ, ૯:૧૫ થી ૧૦:૩૦ સુધી મહાવીર જન્મ દિવ્યદેશના, લાખેણા ઈનામોની વણઝાર, મહાવીર જયંતિના દિને સેલા-સાડી વગેરે વિવિધ ઈનામોથી ભરપુર ભવ્ય ખજાનો ખુલશે. ભવ્ય લકી ડ્રો, સવારે ૯:૦૦ વાગ્યા સુધી ચીઠ્ઠી નાખવા દેવામાં આવશે. મહાવીરની મહતા વિશે પૂ.મહાસતીજી ઉપદેશ સંદેશ પાઠવશે. અનેક દાતાઓ તરફથી દેશના પૂર્ણ થયા બાદ બહુમાન-સન્માન કરવામાં આવશે. બપોરે ૩ થી ૪ શ્રી મહાવીરાય નમ: ના જાપ થશે. ધર્મધ્યાનથી ધમધમતું તીર્થધામ પૂ.મહાસતીજીની સાધનાકુટિરમાં માંગલિક જાપનો લાભ લેવા માટે માનવ મહેરામણ ઉમટી પડે તેમ અનુરોધ કરાયો છે. તા.૨૮/૮ને રવિવારના રોજ જેમણે નાલંદા તીર્થધામમાં તપસ્યા કરી હોય, અઠ્ઠમથી માંડીને ૩૦ ઉપવાસ સુધીના દરેક તપસ્વીઓના પારણા તથા બહુમાન વિવિધ દાતાઓ તરફથી કરાવવામાં આવશે.
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી આદિનાથ ટ્રસ્ટ, સોનલ સેવા મંડળ, ચંદ્રભકત મંડળ જહેમત ઉઠાવી રહ્યું છે.