- મહાશિવરાત્રીના મેળાનો માહોલ જામ્યો
- કિન્નર અખાડા દ્વારા ધુણા ધખાવી આરાધના શરૂ
- મોટી સંખ્યામાં લોકો કિન્નર સંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે
જુનાગઢ: મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. ત્યારે દેશ વિદેશથી સાધુ સંતો પણ આ મહાશિવરાત્રીના મેળામાં ઉમટી પડ્યા છે. કિન્નર સમાજ પણ છેલ્લા પાંચ વર્ષથી મહાશિવરાત્રીના મેળાનો ભાગ બન્યા છે. પાંચ વર્ષ પહેલા કિન્નર અખાડા જુના અખાડા સાથે ગઠબંધન કરી જુના અખાડા સાથે જોડાયા હતા. અને શિવરાત્રી દરમિયાન કિન્નર અખાડાના સંતો ભવનાથ ખાતે આવી પહોંચી પાંચ દિવસ સુધી ધુણા ધખાવીમાં ત્રિપુરા સુંદરી બહુચર માની આરાધના અને ભક્તિમાં લીન થાય છે. તેમજ મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડી અને કિન્નર સમાજના સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. મહાશિવરાત્રીના દિવસે રાત્રિના સમયે નીકળતી રવાડીમાં પણ કિન્નર અખાડાના સંતો જોડાશે અને તમામ ભક્તોને દર્શન આપશે અને જુના અખાડા સાથે જોડાઈ અને અમૃત સ્નાન પણ કરશે.
જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે દેશ વિદેશથી સાધુ સંતો પણ આ મહાશિવરાત્રીના મેળામાં ઉમટી પડ્યા છે ત્યારે કિન્નર સમાજ પણ છેલ્લા પાંચ વર્ષથી આ મહાશિવરાત્રીના મેળા નો ભાગ બન્યા છે પાંચ વર્ષ પહેલા કિન્નર અખાડા જુના અખાડા સાથે ગઠબંધન કરી જુના અખાડા સાથે જોડાયા હતા અને શિવરાત્રી દરમિયાન કિન્નર અખાડા સંતો ભવનાથ ખાતે આવી પહોંચી પાંચ દિવસ સુધી ધુણા ધખાવી માં ત્રિપુરા સુંદરી બહુચર માની આરાધના અને ભક્તિમાં લીન થાય છે… તેમજ મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડી અને કિન્નર સમાજના સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.. મહાશિવરાત્રીના દિવસે રાત્રિના સમયે નીકળતી રવાડીમાં પણ કિન્નર અખાડાના સંતો જોડાશે અને તમામ ભક્તોને દર્શન આપશે અને જુના અખાડા સાથે જોડાઈ અને અમૃત સ્નાન પણ કરશે.
જૂનાગઢના મહાશિવરાત્રી મેળામાં કિન્નર અખાડાએ વિશેષ આકર્ષણ જમાવ્યું છે. છેલ્લા પાંચ વર્ષથી જૂના અખાડા સાથે ગઠબંધન કરીને કિન્નર અખાડાએ મેળામાં સ્થાન મેળવ્યું છે. કિન્નર યોગીઓ ધૂણો ધખાવી અલખની આરાધના કરી રહ્યા છે. મોટી સંખ્યામાં ભાવિકો કિન્નર સંતોના આશીર્વાદ મેળવી રહ્યા છે. જય ગિરનારી અને હર હર મહાદેવના નાદ સાથે મેળાનો પ્રારંભ થયો છે. કિન્નર અખાડાના મહામંડલેશ્વર ગિરનારી માતાજીના જણાવ્યા અનુસાર, દેશના વિવિધ ભાગોમાંથી કિન્નર સંતો આવીને ધૂણો ધખાવે છે. હાલમાં પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો હોવાથી કેટલાક કિન્નર સંતો ત્યાં છે, જ્યારે અન્ય અહીં શિવરાત્રી મેળામાં આવ્યા છે.
કિન્નર અખાડામાં માં ત્રિપુરસુંદરી અને બહુચર માની આરાધના કરવામાં આવે છે. અર્ધનારેશ્વરની ભક્તિ પણ વિશેષ મહત્વ ધરાવે છે. મેળામાં આવતા ભાવિકોને કિન્નર સંતો સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. શિવરાત્રીની રાત્રે નીકળનારી રવેડીમાં કિન્નર અખાડાના સંતો પણ જોડાશે. તેઓ અન્ય અખાડાઓની સાથે મૃગી કુંડમાં અમૃત સ્નાન કરશે. આમ, પરંપરાગત રીતે ચાલતા આ મેળામાં કિન્નર અખાડાએ નવી પરંપરા ઊભી કરી છે.