અન્ય ઘણા ક્ષેત્રોમાં બિનજરૂરી કારમુક્તિ, દેશ માટે શહાદત વ્હોરનાર શહીદની પત્નીને અપાતી સહાયમાંથી કરના ઉઘરાણા ગેરવ્યાજબી
દેશ માટે લડતા લશ્કરના જવાનો શહાદત વ્હોરે છે ત્યારે તેનો પરિવાર નિરાધાર થઈ જાય છે. તેની પત્નીને કોઇ નોંધપાત્ર સહાય મળતી નથી અને જે મળે છે એમાં પણ કર લાગે છે. જ્યારે અન્ય ઘણા ક્ષેત્રોમા બિનજરૂરી કરમુક્તિ આપવામાં આવી છે.પરંતુ દેશની સુરક્ષા કાજે પોતાની જાન આપી દેનાર શહીદની પત્નીને અપાતી આર્થિક સહાયમાંથી પણ સરકાર કરની ઉઘરાણી કરે તે એક ગંભીર બાબત છે. જેની સામે અજંતા ઓરપેટ કલોકના ચેરમેન પ્રવિણભાઈએ સખ્ત વિરોધ નોંધાવ્યો છે.
એક તરફ સેનાના જવાનો પોતાના પ્રાણ ન્યોછાવર કરીને દેશની શાન જાળવી રાખે છે તો બીજી તરફ શહીદોની શહાદત પર પણ રાજનેતા રાજનીતિ કરવાનું ચુકતા નથી.રાજસ્થાનની આગ દઝાડતી ગરમી હોય કે કાશ્મીર-લેહની હાડ થીજાવતી ઠંડી અને ચેરાપુંજીનાં વરસાદમાં રાત-દિવસ જોયા વગર જે દેશના જવાનો દેશની રક્ષા માટે અડીખમ છે અને તેની સુરક્ષાની વાત આવે ત્યારે આ દેશ ચલાવતા નેતાઓને પોતાના ઘર ભરવા સારા લાગે છે પણ જવાનોને જરૂરી સુવિધા આપવાની વાતમાં અનેક સમસ્યા ઉદ્દભવે છે..
ભારતીય સેનામાં જોડાવવું એક ગૌરવપૂર્ણ વાત છે અને ખરી દેશસેવા પણ છે પણ દેશ અને સમાજની વચ્ચે રહીને નવજવાનોનું હિત ઈચ્છી તેને અને તેના પરિવારને મદદરૂપ બનવું તે પણ એક દેશસેવા, રાષ્ટ્રસેવા અને રાષ્ટ્ર પ્રેમ જ છે. તો આવી જ રાષ્ટ્ર માટે સમાજ પરિવારની વચ્ચે રહીને કઈક કરવાની ખેવના ધરાવતા અજન્તા ઓરપેટ ક્લોકનાં ચેરમેન પ્રવીણભાઈ ભાલોડીયા એ પોતાના દેશ માટે આગવું કાર્ય હાથ ધર્યું છે.
સામાન્ય રીતે સરકાર દ્વારા બિનજરૂરી બાબત માટે કર મુકતી લાગુ પાડે છે પરંતુ જ્યારે દેશ રક્ષા માટે પરિવારથી દુર અને અનેક સમસ્યાનો સામાનો કરીને રાત-દિવસ જે કોઈ પણ ઋતુની સામે લડત લડતા નવજવાનો જ્યારે શહદાત થાય છે ત્યારે તેની વિધવા પત્નીની આપવામાં આવતી આર્થિક સહાયમાં દેશને કરમુકતી લાગુ પાડવી પોસાતી નથી. આવા સમયે પ્રવીણભાઈ દેશના શહીદોના પરિવારને આર્થિક સહાય મળે તે માટે સરકાર સામે સમ્પૂર્ણ કરમુકતી મળે તે માટે લડત ચલાવે છે.