સરકારની અનોખી પહેલ
180 યુવા છાત્રો એક દિવસ માટે વિધાનસભાનું સત્ર ચલાવ્યું
21મીએ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત જ યુવા છાત્રો એક દિવસ માટે ધારાસભ્ય અને મંત્રી બનીને વિધાનસભા ચલાવવાના છે જેમાં અમરેલીના 9 છાત્રોની પસંણી થઈ છે. તેમાંથી 4 છાત્રો રાજ્યના જુદા જુદા વિભાગના મંત્રી બનાવાના છે જેથી અમરેલી માટે ઈતિહાસ રચાશે.
આ અંગેની વિગતો આપતા અમરેલી નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોષીએ જણાવ્યું કે, તા. 21ના રોજ 180 યુવા છાત્રો એક દિવસ માટે યુવા વિભાનસભાનું સત્ર ચલાવવાના છે અને મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓ તથા ધારાસભ્યોનું સ્થાન પણ આ યુવાનો લેવાના છે. તેમાં મૂળ અમરેલીના રહેવાસી હોય તેવા 9 છાત્રોની પણ પસંદગી થઇ છે. જેમાં, અમુક હાલમાં અમરેલીમાં જ અભ્યાસ કરે છે તો અમુક અભ્યાસ માટે બહારના જિલ્લામાં ગયા છે પણ તેમનું ઘર અમરેલી છે. તેમાંથી 4 છાત્રો મંત્રી બનાવાના છે. જેમાં હર્ષ સંઘાણી કૃષિમંત્રી, મનન ચાવડા શિક્ષણમંત્રી, મનન ચાવડા શિક્ષણમંત્રી, માનસી ઠાકોર મત્સ્યોધોગ મંત્રી અને પ્રિન્સ ડાયાણી સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી બનશે. આ ઉપરાંત દેવ જોશી, હેત્વી વઘાસીયા, ખુશી રાજ્યગુરુ, પાંજલ મેનન અને ધુન ચૌહાણ ધારાસભ્ય બનીને વિધાનસભાનું સંચાલન કરશે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત જ યુવાનોને એક ક્વિસ માટે રાજ્યના મંત્રી અને ધારાસભ્ય બનવાનો મોકો મળવાનો હોવાથી આ માટે છાત્રો અને તેના વાલીઓમાં પણ ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.