રાજયના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા થઇ મહત્વની જાહેરાત
ગુજરાત ડીજીપી શિવાનંદ ઝાએ શનિવારે પોલીસ અને ફરજયરના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ પર લોકડાઉન દરમિયાન હુમલો કરનારા તત્વો સામે આકરી કાર્યવાહીના નિર્દેશ કરી આવા હુમલાખોરોને અસામાજીક પ્રવતિ નિયંત્રણ દ્વારા પાસા અતગર્ત જેલ હવાલે કરી દેવાની જાહેરાત કરી હતી.
રાજયમાં જયારથી લોકડાઉનો અમલ શરૂ થયુ છે. ત્યારથી તોફાની તત્વોના પોલીસ અને તબીબો પરના હુમલાઓની ઘટનાઓ વધી હોવાન બહાર આવ્યુ છેશુક્રવારે રાત્રે અમદાવાદના જુહાપુરાના ફરજપરના પોલીસ જવાર પર પથ્થરમારાનો બનાવ સામે આવ્યો હતો અને બે જવાનોને ગંભીર ઇજાઓ થઇ હતી. આ હુમલામાં એકને ઘટના સ્થળેથી જ દબોચી લેવાયો છે. જયારે ૪૦ ભાગી ગયા હતાં.
આવી ઘટના શુક્રવારે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નાકાબંધી કરનાર પોલીસ પર પથરા ફેકયા હતાં. જયાં પોલીસે ૯ વ્યકિતઓ ઝડપી લીધા હતાં. અગાઉ સૌરાષ્ટ્રમાં ત્રણ ઘટનાઓ બની હતી. જેમાં પડધરી પોલીસ મથકના પોલીસ કર્મચારીનુ સ્થાનિક તત્વોએ ૩જી એપ્રિલ લોખંડના પાઇપથી માથુ ફાડી નાખ્યુ હતું. આરોગ્ય કમસ્ચારીના હુમલાખોર સામે પાસાની કાર્યવાહીનુ જાહેરનામુ વડોદરા પોલીસ કમિશ્ર્નર અનુપસિંહ ગહેલોત જયારે લાગુ કરી દેવાયુ હતું. શિવાનંદ ઝાએ જણાવ્યુ હતુ કે રાજયભરના મોટભાગના વિસ્તારોમાં હાઇમાસ્ટ ઉમેરા, મોટી ઇમારતો અને પોલીસને હાઇરીઝોલિશન વાળા કેમરાની બાયકેયુલરની સુવિધા સંવેદનશીલ વિસ્તારોમાં નઝર રાખવામાં આવશે.