મકાન ખાલી કરવા બાબતે ભાઇ-ભાભીને લમધાર્યા
શહેરમાં ભગીરથ સોસાયટીમાં રહેતી પરિણીતા પર મકાન ખાલી કરાના પ્રશ્ર્ને તેના જ કુટુંબીક જેઠ સહીત છ શખ્સોએ હુમલો કરતા ઘવાયેલી પરિણીતાને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવી છે.આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરની ભગીરથ સોસાયટીમાં રહેતા જમુબેન નારણભાઇ માટીયા નામની ર૭ વર્ષીય પરિણીતા પર જેઠ દિનેશ અને તેના પુત્ર નિખીલ સહીત છ શખ્સોએ હુમલો કરતા પરિણીતા જમુબેનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ જયુબેનના ભાઇ લાખાભાઇ સાથે જમુબેનના નંદણના લગ્ન થયા હોય અને તેણીને ગામડે ન રહેવાનું કહી છેલ્લા બે મહીનાથી રિસામણે છે ત્યારે નંદણ દયાબેન અવાર નવાર પોતાના કુટુંબીક ભાઇઓને બોલાવી જમુબેન સાથે બોલાચાલી કરતા હોય જયારે આજ રોજ પરિણીતા જમુબેન પર હુમલો કરતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જેઠ દિનેશભાઇ તથા તેમનો પુત્રનિખીલ, મુનો, હરિ, અરજણ અને દિનેશ ધરમ સહીત પરિણીતાને જમુબેનને માર મારી મકાન ખાલી કરવા બાબતે પજવણી કરતા હોવાનું જમુબેને જણાવ્યું છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.