મોટી ખીલોરી પાસે રિક્ષામાં લઇ જવાતા પશુનો જીવ બચાવવા જતા થયો હીચકારો હુમલો

સૌરાષ્ટ્રમાં અવાર નવાર ગૌ રક્ષકો અને કસાઇઓ વચ્ચે ચકમક ઝરતા હોવાના અને હુમલા થતા હોવાની ઘટના અવાર નવાર પોલીસમાં નોંધાઇ રહી છે ત્યારે ગોંડલ તાલુકાના મોટી ખીલોરી પાસે છ જેટલા કસાઇઓએ ગૌ રક્ષકનું અપહરણ કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ગૌ રક્ષકો રોષે ભરાયા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે રહેતા દિપક ગોબરભાઇ પદમાણી નામના ગૌરક્ષકે વાસાવડના રફીક મામદ ખાટકી, શબ્બીર ખાટકી, કાદર ખાટકી, મામદ ખાટકી અને બે અજાણ્યા શખ્સોએ અપહરણ કરી પાઇપ અને ધોકાથી માર મારી હત્યાની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

રફીક ખાટકી રિક્ષામાં વછરડા અને પાડાને ક્રુરતાથી બાંધીને કતલખાને લઇ જતો હોવાથી દેરડીના ગૌરક્ષક દિપક પદમાણીના ધ્યાને આવતા તેને રિક્ષાને અટકાવતા રફીક ખાટકીએ પોતાના સાગરીતો સાથે મોબાઇલમાં વાત કરી ઘટના સ્થળે બોલાવી દિપક પદમાણીનું અપહરણ કરી પાઇપ અને ધોકાથી માર મારી ખૂનની ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.