જામનગરના એડવોકેટ કિરીટ જોષી હત્યાના મુખ્ય સુત્રધારા અને કરોડોની જમીના કૌભાંડમાં સંડોવાયેલા જયેસ પટેલની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી એડવોકેટ, પૂર્વ પોલીસમેન, કોર્પોરેટર અને બિલ્ડર સહિત 14 શખ્સોને જેલ હવાલે કરી સારી તપાસ કરવા બદલ જામનગરના એએસપી નિતેશ પાંડેયની કેન્દ્ર સરકારે કદર કરી શ્રેષ્ટ તપાસ કરવા બદલ તેમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ તેમને 15 ઓગસ્ટે સુપ્રત કરવામાં આવશે.

પ્રોબેશન આઇપીએસ નિતેશ પાંડેયએ તેમની સુજબુઝ અને એસપી દિપેન ભદ્રેનના માર્ગ દર્શન હેઠળ કરેલી સારી તપાસના કારણે ગુજસીટોકના ગુનામાં પકડાયેલા જામનગર શહેરના મોટા માથાઓ છેલ્લા દસ માસથી જેલના સળીયા પાછળ ધકેલાયેલા છે. તેઓને જામીન પણ હાઇકોર્ટ સુધી મળ્યા નથી. કેન્દ્ર સરકાર તેઓને શ્રેષ્ટ તપાસની કદર કરતા તેમની મદદમાં રહેલા જામનગર એલસીબી અને એસઓજીની ટીમમાં હરખની હેલી છવાઇ ગઇ છે.

જામનગરના પ્રખ્યાત ભૂમાફીયા ડોન જયસુખભાઇ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ દ્વારા સન 1999 થી લઇને ઓકટોબર ર0ર0 સુધીના સમયગાળા દરમ્યાન શરૂઆતના સમયે નાની ચોરીઓ, નાના શરીર સબંધી ગુનાઓ, છેતરપિંડી- વિશ્વાસઘાત જેવા ગુનાઓ જેવી પ્રવૃતિ આચરતો રહેલ અને  ધીરે ધીરે પોતે એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સીન્ડીકેટ રચી પોતાના અન્ય સભ્યો મારફતે મોટી છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો ઉભા કરવા અને તે આધારે કરોડોની મતાની જમીનો પચાવી પાડવી તેમજ કરોડોની મતાની જમીનો ઉપર કોઇ પણ જાતના આધારભૂત પુરાવાઓ વગર વાંધાજનક નોટીસો અપાવી કરોડોની મતાની જમીનોની વેલ્યુ ડાઉન કરવી,  ભાડૂતી માણસોથી ફાયરીંગ કરાવી હત્યાની કોશિષ તેમજ ભાડૂતી માણસોથી હત્યા જેવા ગંભીર શરીર સબંધી ગુનાઓને અંજામ આપવાનુ શરૂ કરેલ.

જેમાં તેઓએ પોતે ટાર્ગેટ કરેલ વ્યકિતનુ કોન્ટ્રાકટથી (સોપારી આપી) મર્ડર કરાવી, સમાજમાં અગ્રેસર વ્યકિતત્વ ધરાવતા વ્યકિતઓ ઉપર ફાયરીંગ કરાવી સમાજના લોકોમાં એક ભય અને આંતકનુ વાતાવરણ ઉભુ કરેલ હતુ આવા આતંકી પ્રકારના ગુનાઓથી સમાજમાં ડરનો ખૌફ વધી જતા પોતે વિદેશમાં રહી સરળતાથી આ જ પ્રકારની મોડેસ ઓપરેન્ડી અપનાવી ફકત ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતે અઘતન પ્રકારની ગુનાહિત પ્રવૃતિ આચરી એક ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ ચલાવી રહેલ હતો.

ગાંધીના ગુજરાતમાં આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા ગુજરાત સરકાર કાયમી રીતે કટીબધ્ધ હોય,  ઉપરોકત મુજબની ગુનાહિત પ્રવૃતિને નેસ્તનાબૂદ કરવા સારૂ રાજય સરકાર દ્વારા ખાસ પ્રકારે પોલીસ અધિક્ષક દિપન ભદ્રન નાઓની જામનગર જિલ્લા પોલીસ વડા તરીકે નિયુકત કરવામા આવેલ અને તેઓ દ્વારા પોતાની આગવી સુઝબૂધ્ધિ અને કોઠા સુઝ આધારે ખૂબ જ ટુંકાગાળામાં આ જયેશ પટેલની ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટને ટાર્ગેટ કરી ઓર્ગેનાઇઝડ ક્રાઇમ સીન્ડીકેટ સાથે સંકળાયેલ જામનગરના મહત્વના લોકોની પડદા પાછળની ભૂમિકાને ઓળખી કાઢી તેઓ વિરૂધ્ધમાં કુલ પ9 જેટલા અલગ અલગ પ્રકારના ગુનાઓ નોંધાયેલ હોય, જે તમામ ગુનાઓનો સંપૂર્ણપણે અભ્યાસ કરવામાં આવેલ અને રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ The Gujarat Control of Terrorism And Organized Crime Act મુજબનો પરીપૂર્ણ રીતે અમલ કરી આ જયેશ પટેલ સહિત તેઓની ગેંગના કુલ 14 આરોપીઓ વિરૂધ્ધમાં જામનગર સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે 11202008202186/2020થી તા.15/10/2020 ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ અને જેની શરૂઆતથી તપાસ એ.એસ.પી. નિતેશ પાંડેય નાઓને સોંપવામાં આવેલ.

જેમાં તપાસનીશ અધિકારી એ.એસ.પી. નિતેષ પાંડેયનાઓ દ્વારા કુલ 14 આરોપીઓને પકડી અટક કરી તેઓ તમામને જેલ હવાલે મોકલી આપવામાં આવેલ જેઓ તમામ આશરે 10 માસથી જેલવાસ ભોગવી રહેલ છે. વધુમાં જામનગર પોલીસ વડા દિપન ભદ્રનનાઓના સીધા માર્ગદર્શ્ન અને સુપરવિઝન હેઠળ આ ગુનાના મુખ્ય સુત્રધાર જયસુખભાઇ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલનાઓને પણ લંડન (યુ.કે.) ખાતે શોધી કઢાવી તેઓની લંડન પોલીસ દ્વારા ધરપકડ કરાવેલ છે જેની હાલ એકસ્ટ્રાડીશનની કાર્યવાહી કાર્યરત છે.

આમ ASP  નિતેશ પાંડેયનાઓ દ્વારા મજકુર ભુમાફીયા ડોન જયેશ પટેલ તથા તેના સાગરીતો વિરૂધ્ધમાં નોંધાયેલ જામનગરના હાઇપ્રોફાઇલ GujCTOCના ગુનાની જામનગરના પોલીસ વડા દીપન ભદ્રનનાઓના સીધા માર્ગદર્શન મુજબ તમામ પ્રકારેથી બિલકુલ નિષ્પક્ષતા અને નિડરતાપૂર્વક અસરકારક અને પરીણામલક્ષી તપાસ હાથ ધરી કુલ 14 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે મોકલી આપવામાં આવેલ. જે ગુનાની અસરકારક તપાસની કાર્યવાહીને ભારત સરકારના ગૃહમંત્રાલય દ્વારા નોંધ લઇ તેઓને ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા Excellence in Investigation -2021 નો મેડલ એનાયત કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.