ખૂશ્બુ કાનાબાર, રવિરાજસિંહ અને વિવેક કુછડીયાના મોબાઇલ કોલ ડીટેઇલ, લોકેશન અને ઘટના સ્થળ નજીકના સીસીટીવી ફૂટેજ સહિતના મુદે પોલીસે કરેલી ઉંડી તપાસ,એફએસએલનો અભિપ્રાય સહિત રજેરજની વિગતો જાહેર કરાશે

શહેરના કાલાવડ રોડ પર આવેલા પંડિત દિનદયાલનગર આવાસ યોજનાના કવાર્ટરના ચોથા માળે મહિલા એએસઆઇની હત્યા અને કોન્સ્ટેબલની આત્મહત્યાકાંડમાં પોલીસ સ્ટાફ જેમ જેમ છુપાવવો પ્રયાસ કરી રહી છે તેમ તેમ ભેદ ભરમની સમગ્ર વિગતો સાંજ સુધીમાં પોલીસ દ્વારા જાહેર કરવામાં આવશે. ખૂશ્બુ કાનાબાર, રવિરાજસિંહ જાડેજા અને વિવેક કુછડીયાના મોબાઇલ કોલ ડીટેઇલ, લોકેશન અને ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી પોલીસના ઉંચ્ચ અધિકારીઓએ ઝીણવટભરી તપાસ પુરી કરી હોવાનો ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો છે.

યુનિર્વસિટી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા એએસઆઇ ખૂશ્બુ કાનાબાર, કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની ગોળી ધરબેલી હાલતમાં લાશ મળી આવ્યા બાદ કંઇ રીતે ફાયરિંગ થયું તે સમગ્ર વિગત પોલીસ દ્વારા જાહેર કરવા આવનાર છે.

પોલીસની તપાસ દરમિયાન યુનિર્વસિટી પોલીસ મથકના એએસઆઇ વિવેક કુછડીયાની સર્વિસ રિવોલ્વર પણ પંડિત દિનદયાલનગર ખાતેથી મળી આવી છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે વિવેક કુછડીયા પંડિત દિનદયાલનગર ખાતે ગયો છે.

એટલું જ નહી પણ બનાવ સમયે તેની હાજર હતી કે કેમ તે દિશામાં પોલીસે તપાસ કરી હત્યા અને આત્મહત્યાની વાત વચ્ચે અટકેલી પોલીસે દુધનું દુધ અને પાણીનું પાણી કરવા સુધીની તમામ પુરાવા સાથેની વિગતો એકઠી કરી લીધી છે અને સાંજ સુધીમાં તમામ અટકળોનો અંત આવનાર છે.વિવેક કુછડીયાની હાજરી ઘટના સ્થળે કયાં હતી તે નક્કી કરવા માટે ત્રણેયના મોબાઇલની કોલ ડીટેઇલ અને લોકેશન મેળવવામાં આવે તેમજ સીસીટીવી ફુટેજ અન્ય બનાવવામાં મેવવામાં આવે છે તેમ મેળવી તપાસ આગળ ધપાવવામાં આવે તો પણ એએસઆઇ વિવેક કુછડીયાની સમગ્ર ઘટનામાં તેની ભૂમિકા શું છે તે સ્પષ્ટ થઇ ગયુ છે.એએસઆઇ ખૂશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજા વચ્ચે એવો તો શું બનાવ બન્યો કે જેના કારણે હત્યા કરવી પડી અને પોતે પણ આત્મહત્યા કરવી પડી તે અંગે એએસઆઇ વિવેક કુછડીયા બંને મૃતક વચ્ચેના સંબંધો અંગે પરિચીત હતો અને બંનેને સમજાવવા પ્રયાસ કર્યા હતા પણ બંનેના પરિવારને જાણ કરી ન હતી કે પોલીસના સિનિયર સ્ટાફને જાણ કરી ન હતી. વિવેક પોતાની સર્વિસ રિવોલ્વર ખૂશ્બુના ભાડાના ફલેટમાંથી મળી આવવા અંગે કરેલા કેટલાક ખુલાસા ગળે ઉતરે તેમ ન હોવાથી ખાતાકીય તપાસ સોપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.