સ્ત્રીમાં એક નવી દુનિયાને જન્મ આપવાની તાકાત…
રસકસ વગરની જમીનમાં ગમે એટલુ ખેડાણ કરો પાક લેવો મુશ્કેલ જ નહીં અસંભવ છે. મહેનત ત્યારે જ લેખે લાગે જ્યારે જમની ફળદાય હોય. ફળદ્રયતાએ વસંધરાને પ્રકૃતિએ આપેલો સૌથી મોટો ગુણ છે. એ જ રીતે કુદરતે સ્ત્રીને આપેલો ફળદ્રુપતાનો ગુણ જ આ વિશ્ર્વને ધબકતું રાખે છે.
પણ ક્યારેક આ ફળદ્રુપતા જ સ્ત્રી માટે અભિષાપ બની જતું હોય છે. શારીરીક ઉણપને કારણે માતા બનવામાં નિષ્ફળ જતી સ્ત્રીને ભારતીય સમાજમાં બહુમાનની નજરથી જોવામાં આવતી નથી. તો ક્યારેક પુત્ર પ્રાપ્તિની એષણાંમાં રત રહેતો ભારતીય સમાજ પુત્રી રત્નને જન્મ આપનારી માતાને દોષ આપવાનો અવગુણ હજુ વિસારે પાડી શકી નથી.
આવી માનસિકતા વચ્ચે ભારતમાં સ્ત્રી સશક્તિકરણની વાતોનાં વડા થાય છે જેનો સ્વાદ હજમ થાય એવો નથી. સમાનતાની વાતો કહેવા પૂરતી સારી લાગે છે. ગામડા તો છોડો શહેરોની માનસિકતામાં પણ હજુ ખાસ પરિવર્તન આવ્યુ નથી. પુરુષ અને સ્ત્રીની સમાનતાને શહેરોમાં અલગ દ્રષ્ટિકોણથી મૂલવવામાં આવે છે. સ્ત્રી આજે સિગરેટ પી શકે છે, દારુ પી શકે છે, સ્વછંદી બની શકે છે. અનૈતિક સંબંધો બાંધી શકે છે શું સ્ત્રી આવી સમાનતાની ઇચ્છુક છે ?
સ્ત્રીઓએ સમજવું જોઇએ કે એ ફળદ્રુપ છે. ઉપજાઉ છે. એને બીન ઉપજાવકમાં પરિવર્તીત થતા અટકવું હોય તો કમસેકમ પુરુષોમાં સ્થાપિત થતા અવગુણોને પોતાનામાં પ્રવેશતા અટકાવવા જોઇએ. મોટા ભાગની સ્ત્રીઓ આ પ્રકારે પુરુષ સમોવડી નથી હોતી. પણ ભારતીય સમાજમાં શહેરી માનુનીઓ આ દિશામાં અગ્રેસર થવા દોટ લાગી રહી છે. જેનું પ્રમાણ ખૂબ ઉંચુ છે.
આ વધતુ ચિંતાજનક પ્રમાણ સ્ત્રીની ફળદ્રુપતા ઉપર અસર પાડી શકે છે, એનો અર્થ એ થયો કે જો સ્ત્રીની ફળદ્રુપતા ઘટશે તો તે કાંતો બિન ઉપજાવ બની જશે કાંતો વિકૃત ઉત્પાદક બની જશે. વસુંધરાને વિકસાવવા સ્ત્રીના ફળદ્રુપતાને અસર થાય એવા વાતાવરણને બદલવા માટે આ દ્રષ્ટિકોણથી વિચારવાનો સમય આવી ગયો છે.