વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા લોકો: બપોરે 35 ડિગ્રીએ આંબતુ તાપમાન
સૌરાષ્ટ્રભરમાં બીલી પગે શિયાળાની ઋતુનું આગમન થઈ રહ્યું છે. વહેલી સવારે અને મોડી રાતે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ચામડી પર હવે શિયાળાની અસર વર્તાવા લાગી છે.સુકા પવનોના કારણે ચામડી શુષ્ક થવા માંડી રાત્રે અને સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જયારે બપોરે તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોચી જાય છે.
ચોમાસાની સિઝન પૂર્ણ થતાની સાથે જ હવે ધીમેધીમે શિયાળાનું આગમન થઈ રહ્યું છે. વાતાવરણમાં શિયાળાની અસર વર્તાવા લાગી છે. સુકા પવનો ફૂંકાવા લાગ્યા છે.જેની અસર શરીર પર થવા લાગી છે. ચામડી સુકાઈ રહી છે. મોડીરાતે વહેલી સવારે પંખા કે એસી બંધ કરી ચાદર કે ગોદડા ઓઢવા પડે તેવું વાતાવરણ જામે છે. જોકે શિયાળાનો વિધિવત આરંભ થતા એકાદ પખવાડીયા પસાર થઈ જશે 10 થી 15 નવેમ્બર બાદ શિયાળો બરાબર જમાવટ કરશે અને આ વર્ષ હાજી ગગડાવતી ઠંડી પડે તેવી પણ આગાહી આપવામાં આવી રહી છે.
આજે રાજકોટનું લઘુતમ તાપમાન 21.3 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ. પવનની સરેરાશ ઝડપ 3 કિ.મી. પ્રતિકલાક રહેવા પામી હતી. બપોરે મેકિસમમ તાપમાન 35 ડિગ્રીએ પહોચી જાય છે. જેના કારણે દિવસ દરમિયાન બેવડી સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. મિઋ ઋતુના કારણે રોગચાળાએ પણ માથુ ઉંચકયું છે.