શીતળા નાબુદી કાર્યક્રમ દરમિયાન વપરાતી રસીઓ પણ મંકી પોકસ સામે રક્ષણ પુરૂ પાડે છે: નવી રસી વિકસાવાય છે જે પૈકી એકને મંજૂરી અપાય છે: આ વાયરસ પોકસ વિરીડે પરિવારમાં ઓર્થોપોકસ વાયરસ જીનસનો સભ્ય છે: આ વાયરસ પ્રથમ 1970માં જોવા મળ્યો હતો
હાલમાં ફરી કોરોનાએ માથુ ઉચક્યું છે. જેમાં સતત કેસો વધતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે કે આવી ગઇ છે. આ બધા વચ્ચે લોકો હાલમાં બેદરકાર બનીને માસ્ક વગર ફરી રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર સફાળું જાગી ગયું છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં 100થી વધુ કેસો આવતા ફરી સૌ ચોકી ઉઠ્યા છે. વાયરસના આતંક છેલ્લા બે વર્ષથી મુશ્કેલી વધારી રહ્યો છે ત્યારે વિશ્ર્વભરમાં મંકી પોકસ નામના વાયરસના એક હજારથી વધુ કેસો જોવા મળતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને વિશ્ર્વને સાવધ રહેવાની ફરી ચેતવણી આપી છે. કોરોના સંપૂર્ણ નાબૂદ થયો નથી ત્યાં મંકિ પોકસના આગમને ફરી લોકોમાં ડર પેદા કર્યો છે.
મંકી પોકસએ વાઇરલ ઝૂનોસીસ (પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાયેલ વાયરસ) છે. જેમાં ભૂતકાળમાં શીતળામાં જોવા મળતા લક્ષણો જેવા લક્ષણો જોવા મળે છે, જો કે મેડીકલી રીતે જોઇએ તો આ વાયરસ ઓછો ગંભીર છે. 1980માં શીતળા નાબૂદી અને બાદમાં શીતળાની રસીકરણ સાથે સમાપ્ત થયો હતો. મંકી પોકસ જાહેર આરોગ્ય માટે સૌથી મહત્વપૂર્ણ ઓર્થોપોકસ વાયરસ તરીકે ઉભરી આવ્યો છે. શિતળાની રસી જ આ રોગમાં કામ આવે છે પણ હાલમાં શોધાયેલી નવી રસી પૈકી એક જ રસીને આની સામે માન્યતા મળી છે. આ વાયરસ મુખ્યત્વે મધ્ય અને પશ્ર્ચિમ આફ્રિકામાં જોવા મળે છે.
ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોની નિકટ રહેતા લોકો અને આજુબાજુના નાના મોટા શહેરોને ભય વધુ જોવા મળે છે. પ્રાણીઓના યજમાનોમાં ઉંદરો અને બિન-માનવ પ્રાઇમેટનો સમાવેશ થાય છે. વિવિધ પ્રાણીઓની પ્રજાતિઓને આ વાયરસ માટે સંવેદનશીલ મનાય છે, આમાં ખિસકોલી, ઉંદરો, ડોર્મિસ, વાંદરાઓનો સમાવેશ થાય છે. આ વાયરસની સૌપ્રથમ ઓળખ 1970માં કોંગોમાં થઇ હતી. શિતળા 1968માં નાબૂદ થયો હતો. બે વર્ષ બાદ આફ્રિકાના વિવિધ દેશો બેનીન, કેમરૂન, આફ્રિકા, નાઇજીરીયા, સુદાન, કોંગો, લાઇબેરીયા વિગેરેમાં મંકી પોકસ વાયરસ જોવા મળ્યો હતો.
આ વાયરસ પ્રાણીથી માનવ, રક્ત, શારીરીક પ્રવાહી અને ચેપગ્રસ્ત પ્રાણીઓના ચામડી કે મ્યુકોસલ જખમ સાથે સીધા સંપર્કમાં આવતા ચેપ લાગવાની શક્યતા રહે છે. ટ્રાન્સમીશન માતાના ગર્ભમાં પ્લેસેન્ટા દ્વારા જન્મજાત કે જન્મ દરમ્યાન અને પછી નજીકના સંપર્ક દરમ્યાન થઇ શકે છે. આ વાયરસના ચિન્હો અને લક્ષણોને બે સમયગાળામાં વહેંચી શકાય છે. ચેપથી લક્ષણોની શરૂઆતનો ગાળો જે 6 થી 13 દિવસનો હોય છે, ઘણીવાર તે 21 દિવસ સુધી લંબાઇ પણ શકે છે.
વાયરસના પ્રવેશ બાદ તાવ, માથાનો દુખાવો, પીઠનો દુખાવો, લસીકા ગ્રંથમાં સોજો કે લિમ્ફેનોપની ગાંઠપણ જોવા મળે છે. લિમ્ફેડેનોપથીએ અન્ય રોગોની તુલનામાં મંકીપોકસમાંનું વિશિષ્ટ લક્ષણ છે. જે પ્રારંભે બધામાં સમાન જોવા મળે છે. બે-ત્રણ દિવસ બાદ ત્વચા ફાટે, ફોલ્લીઓ ચહેરા કે હાથ પગમાં જોવા મળે છે. મોઢા ઉપર આ અસર 95 ટકા અને હાથની હથેળી કે પગના તળામાં 75 ટકા અસર કરે છે.
આ વાયરસનું સંક્રમણ નાના બાળકોમાં વધુ જોવા મળે છે. હાલના સમયમાં મૃત્યુનું પ્રમાણ 3 થી 6 ટકા જોવા મળ્યું છે. આ વાયરસના લક્ષણો દેખાય તો નિદાન કરાવવું જરૂરી છે. પીસીઆર તેને માટે ચોકસાઇવાળું પરિક્ષણ છે. ટેકોવિરેમેટ તરીકે ઓળખાતા એન્ટિ વાયરસ એજન્ટ કે જે શિતળા માટે વિકસાવ્યું હતું તે તેની સારવારમાં વપરાય છે. 2022માં શોધાયેલી રસી હજી સુધી વિશ્ર્વની બઝારોમાં વ્યાપક પ્રમાણમાં ઉપલબ્ધ નથી. સૌથી સરળ રસ્તો વાયરસ ચેપવાળાથી દૂર રહેવું જરૂરી છે. માનવથી માનવ ચેપનું જોખમ ઘટાડવું જેમ આપણે કોરોનામાં કરતા તેજ કરવું જરૂરી છે, સાથે પ્રાણીઓના સંસર્ગમાં ન આવવું હિતાવહ છે. પ્રાણીઓના વેપાર પર પણ નિયંત્રણો લાદવા જરૂરી છે. શિતળા સામેની લડાઇ 1977 થી 1980ને બાદમાં પણ રસીકરણની વૈશ્ર્વિક ઝુંબેશે સારી સફળતા અપાવી હતી.
મંકી પોકસ સામાન્ય રીતે સ્વ-મર્યાદીત રોગ છે જેના લક્ષણો 2 થી 4 અઠવાડીયા ચાલે છે, ગંભીર કિસ્સાઓ પણ આવી શકે છે. જો કે હાલ આ વાયરસથી દુનિયામાં કોઇ મૃત્યું નોંધાયા નથી. આ વાયરસ તૂટેલી ત્વચા, શ્ર્વસન માર્ગ અને મ્યુકસ મેમ્બ્રેન દ્વારા શરીરમાં પ્રવેશે છે. ચિકન પોકસ વાયરસ મુખ્યત્વે શ્ર્વસન માર્ગે પ્રવેશતો જોવા મળે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ બુધવારે સમગ્ર વિશ્ર્વને ચેતવણી આપી છે અને વિશ્ર્વમાં તેના એક હજારથી વધુ કેસોની પુષ્ટિ કરી છે. આ ઝુનોટીક રોગ નવ આફ્રિકન દેશોના માનવોમાં સ્થાનિક છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં તે અન્ય દેશોમાં ફેલાવવાની શક્યતા વધી છે. ખાસ કરીને યુરોપ, બ્રિટન, સ્પેન અને પોર્ટુગલમાં ફેલાવવાની શક્યતા વધું છે. હાલ વિશ્ર્વના 29 દેશોમાં તેના કેસોની પુષ્ટિ મળી છે. હાલના લક્ષણોમાં ઉંચો તાવ, લસિકા ગાંઠોમાં સોજો, ફોલ્લા કે અછબડા જેવી ફોલ્લીઓ જોવા મળે છે. ખાસ કરીને સગર્ભા સ્ત્રી અને બાળકો સહિતના જૂથો માટે વાયરસ જોખમી છે.
આફ્રિકામાં દાયકાઓથી ફરતો આ વાયરસ હતો જેમાં આ વર્ષે 1400થી વધુ શંકાસ્પદ કેસો સાથે 66 મૃત્યું જોવા મળ્યા છે. ઠઇંઘ આગામી દિવસોમાં કિલિનિકસ કેર, ચેપ નિવારણ અને નિયંત્રણ, રસીકરણ અને સમુદાયના રક્ષણ અંગે માર્ગદર્શિકા જાહેર કરશે. હોસ્પિટલમાં આવા કેસોને અલગ રાખવા ભલામણ કરી છે. મંકી પોકસએ એક વાયરસ ઝુનોટીક રોગ છે જે શરૂઆતમાં ફ્લુ જેવા લક્ષણો દર્શાવે છે અને પછી શરીર ઉપર ફોલ્લીઓ કરે છે. આ એક દુર્લભ પરંતુ ગંભીર વાયરસ બિમારી છે.
મંકી પોકસની પ્રથમ શોધ 1958માં થઇ હતી. સંશોધન માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં ‘પોકસ’ જેવો રોગ ફાટી નીકળ્યો હતો તેથી તેને મંકીપોકસ કહેવામાં આવે છે, જો કે તેનો પ્રથમ કેસ 12 વર્ષ પછી 1970માં કોંગોમાં જોવા મળ્યો હતો. આના કેસો આફ્રિકન લોકોની આંતરરાષ્ટ્રીય સફરો અને આયાત કરેલા પ્રાણીઓને કારણે બીજા દેશોમાં પ્રસરી ગયો હતો. આની હાલ દવા ટેકોવિરીમેટ ઉપલબ્ધ છે. આ વાયરસ મનુષ્ય અને પ્રાણીઓમાં બંનેમાં જોવા મળે છે. આ રોગમાં બાળ વાંદરાઓમાં મૃત્યુંદર વધુ જોવા મળી રહ્યો છે.
મંકી પોકસ વાયરસ ડબલ-સ્ટ્રેન્ડેડ ડીએનએ વાયરસ છે
MPV કે MPXV એ મંકી પોકસ ડબલ સ્ટ્રેન્ડેડ DNA વાયરસ છે, જે મનુષ્યો અને પ્રાણીઓમાં ફેલાવવાનું કારણ બને છે. તે વેરી ઓલા વાયરસનો પૂર્વ જ નથી. આ બંનેમાં ફેલાવાનું કારણ બનતા પોકસવિરી ડે પરિવારનો ઓર્થોપોકસ વાયરલ જીનસ છે. તે માનવ ઓર્થોપોકસ વાયરસ પૈકી એક છે, જેમાં વેરીઓલા (VARV), કાઉપોકસ (CPX) અને વેક્સિનિયા (VACV) જેવા વાયરસનો સમાવેશ થાય છે. મંકીપોકસ રોગ શિતળા જેવો જ છે પરંતુ હળવી ફોલ્લીઓ અને નીચા મૃત્યુંદરવાળો વાયરસ છે. 1970 અને 1986 વચ્ચે મનુષ્યોમાં ફાટી નીકળતા 400થી વધુ કેસો જોવા મળ્યા હતા. જેમાં મૃત્યુંદર 10 ટકા જેવો જોવા મળેલ હતો. હાલ વિશ્ર્વના 29 દેશોમાં આ વાયરસના એક હજારથી વધુ કેસો જોવા મળ્યા છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ગત બુધવારે આ વાયરસથી દુનિયાનો સાવધ રહેવા ચેતવણી આપી હતી.