- વડોદરામાં નરેન્દ્રભાઈ મોદીનો વિશાળ-રોડ-શો, સ્પેનના વડાપ્રધાન પેડ્રો-સાંચેઝ પણ રોડ-શોમાં જોડાયા: ટાટા એરક્રાફટ કોમ્પલેકસનું લોકાર્પણ
- અમરેલીમાં ભારત માતા સરોવરનું લોકાર્પણ સૌરાષ્ટ્ર-કચ્છના આઠ જિલ્લાના રૂ.4800 કરોડના 1600 જેટલા વિકાસ કામોની દિવાળી ભેટ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે માદરે વતન ગુજરાતના મહેમાન બન્યા છે. વડોદરા અને અમરેલીમાં ચાર દિવસ પૂર્વે જ દિવાળી આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. નરેન્દ્રભાઈએ વડોદરામાં વિશાળ-રોડ-શો યોજયો હતો. જેમાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ પણ સામેલ થયા હતા. પીએમએ ટાટા એરક્રાફટ કોમ્પલેકસનું લોકાર્પણ કર્યું હતુ. આ ઉપરાંત અમરેલીમાં ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે અને રૂ. 4800 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ ખાત મૂહૂર્ત કરશે દુધાળાના નારણ સરોવર અને શ્રીની હવેલીની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે વડોદરામાં સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસ ખાતે સી.295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતુ સી.295 એરક્રાફ્ટ એક લશ્કરી વિમાન છે, જેનું ઉત્પાદન ભારતના એરોસ્પેસ ઉદ્યોગને મજબૂત બનાવશે અને દેશને આત્મનિર્ભરતાની દિશામાં લઈ જશે.
24 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 56 સી 295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરક્રાફ્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
ટાટા એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા વડોદરા ખાતે ફાઇનલ એસેમ્બલી લાઇન સુવિધાની સ્થાપના, જે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ તરીકે ઓળખાય છે, તે ડિફેન્સ પ્રોડક્શનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવશે. આ ફેસિલિટી ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન હશે.
આ ફેસિલિટીને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં ઉદ્યોગના વિસ્તરણ માટે એરક્રાફ્ટ મોડલ્સ અથવા ઉત્પાદન દરમાં વધારો થાય. તે એરોસ્પેસ ઇનોવેશન માટે હબ બનવાની ક્ષમતા ધરાવે છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગ ભાગીદારોના સહયોગથી સંશોધન અને વિકાસ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કયુર્ં હતુ જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર 35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ ₹20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કર્યું હતુ. વડાપ્રધાન ₹2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયાના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું હતુ. વધુમાં, ₹1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ ક્ધવર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતુ.
આ ઉપરાંત વડાપ્રધાન પ્રવાસન સંબંધિત ₹200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત પણ કર્યા છે. જે હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લાના મોકરસગાર ખાતે કર્લી રિચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકોટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવશે. આમ, વડાપ્રધાન આગામી દિવાળી અને ગુજરાતી નવ વર્ષ પહેલા ગુજરાતના નાગરિકો માટે કરોડોના વિકાસકાર્યોની ભેટ લઇને આવશે.