શિયાળાનું ધીમે પગલે આગમન થવા લાગ્યું છે. શિયાળાની ઋતુ સૌ કોઇની પ્રિય હોય છે કેમ કે શિયાળાની ઋતુમાં ઠંડકની સાથે દેશી ખાણું, પ્રોટીન વિટામીનથી ભરપુર લીલા શાકભાજી, વિવિધ ફુટ વેરે ખાવાની ખુબ મજા આવે છે. સ્વાસ્થ્યવર્ધક શિયાળામાં તનની તંદુરસ્તી સાથે મનની તાજગી જાળવવા લોકો તત્પર રહે છે.
સવારમાં જ મોનીંગ વોકની શરુઆત સાથે લોકો આખો દિવસ તાજગીમય રહેવા રસપ્રચુર ફળો, લીલા શાકભાજી, આરોગ્યવર્ધક ઉકાળો વગેરેનું સેવન કરતાં હોય છે.શિયાળાના પગરવ સાથે મીઠા મધુરા સ્વાસ્થ્ય વર્ધક ફળોનું પણ આગમન થવા લાગ્યું છે. બજારમા મલબખ પ્રમાણમાં વિવિધ ફળો આવવા લાગ્યાં છે.
જેમાં સીતાફળ, સંતરા, કેળાં, સફરજન, મોસંબી, અનાનસ, ચીકુ, સ્ટ્રોબેરી, ડ્રેગેન ફુટ, કીવી, જામફળ, આમળા વગેરે ફળોની આવક થવા લાગી છે.