ઠંડી શરૂ થતા જ પક્ષીઓ આવી પહોચ્યા
ધ્રાંગધ્રા બાદ શરુ થતા રણકાંઠા વિસ્તારને એશિયાની સૌથી મોટુ કચ્છનું રણ પણ કહેવાય છે. આ રણકાંઠો વિસ્તાર કચ્છના નાના રણ તરીકે પણ જાણીતુ છે જે નાનુ રણ કચ્છના વિશાળ રણમાં પરીવઁતિત થાય છે. ધ્રાગધ્રાના રણકાંઠા વિસ્તાર જાણીતો છે કારણ કે અહિ ખારા પાણીના લીધે મીઠાનુ સૌથી મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે વળી ઘુડખર નામના પ્રાણીઓ પણ સમગ્ર ભારત દેશમાં માત્ર આ સ્થળે જ જોવા મળે છે જેથી રણકાંઠાના અમુક વિસ્તારને અભ્યારણ્ય જાહેર કરાયુ છે. તેવામાં દર વષેઁ અહિ વિદેશી પક્ષીઓ ની પણ ખુબજ મોટી સંખ્યામા આવક રહે છે આ વિદેશી પક્શીઓમાં જુદી-જુદી પ્રજાપતિન પક્ષીઓ અહિ એકાદ મહિના સુધી રહે છે કહેવાય છે કે આખા વષે દરમિયાન ઠંડકવાળા પ્રદેશમાં પરિભમણ કરતા શિયાળામા કડકડતી ઠંડીના સમય દરમિયાન વિદેશીપક્ષી અહિ રણકાંઠામા ઉતરે છે. આ વિદેશીપક્ષીઓને નિહાળવા પણ દુર-દુરથી અનેક લોકો અહિ આકષાઁય છે. આ વષેઁ પણ સેકડો વિદેશી પક્ષીઓ પોતાનુ ઝુંડ બનાવીને આવ્યા છે જે પક્ષીઓ લોકો માટે આકષઁણનુ કેન્દ્ર બન્યા છે. લોકો પણ વિદેશી પક્ષીઓને નિહાળવા અહિ આવે છે ફોરેસ્ટ વિભાગ પયઁટકોને રણ વિસ્તારમા ફરવા માટે મંજુરી આપવાનો દર નક્કી કયોઁ છે જે દર સરકારની તીજોરીમાં જાય છે અને આમાથી અભ્યારણ્ય માટે ગ્રાન્ટ ફાળવણી કરી વિદેશી પક્ષીઓ વધુને વધુ સંખ્યામા આવે તેના માટેની મહેનત હાથ ધરાય છે.